Joe Biden News: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન એકવાર ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને તેઓ મજાકનું પાત્ર બન્યા છે. આ વીડિયોને કારણે બાઈડેનના વિરોધીઓને તેમના પર નિશાન સાધવાની એક તક મળી ગઈ છે. વાત જાણે એમ છે કે ગુરુવારે તેઓ ઉત્તરી કેરોલિનાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભાષણ આપી રહ્યા હતા અને ભાષણ પૂરું થયા બાદ તેઓ એકલા હોવા છતાં હવામાં હાથ મિલાવતા જોવા મળ્યા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે વાયરલ થઈ રહી છે.
પોતાનું ભાષણ પૂરું થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વળ્યા અને હેન્ડશેક કરવા લાગ્યા. ચોંકાવનારી વાત એ હતી કે સ્ટેજ પર ત્યાં કોઈ હતું જ નહીં. બાઈડેનને એ અહેસાસ જ ન થયો કે સ્ટેજ પર તેઓ એકલા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈડેન વળ્યા અને ગોડ બ્લેસ યુ ઓલ બોલતાની સાથે જ કોઈની સાથે હેન્ડશેક કરવા માટે હાથ આગળ વધાર્યો પરંતુ ત્યાં તે સમયે કોઈ હતું જ નહીં. આ ભૂલ બાદ બાઈડેન અચાનક બીજી બાજુ વળી ગયા.
After Biden finished his speech, he turned around and tried to shake hands with thin air and then wandered around looking confused pic.twitter.com/ZN00TLdUUo
— Washington Free Beacon (@FreeBeacon) April 14, 2022
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અમેરિકી રાષ્ટ્રપતિની મજાક ઉડી રહી છે. કેટલાક લોકોનું એ પણ કહેવું છે કે બાઈડેન ડિમેન્શિયા નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. બીજા બાજુ વિપક્ષ પણ તેમની વધતી ઉંમરને લઈને નિશાન સાધી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે બાઈડેનની વધતી ઉંમર તેમનો સાથ છોડી રહી છે. આથી હવે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું વિચારવું જોઈએ.
અમેરિકી રાષ્ટ્રપતિ આ અગાઉ પણ આવી 'ભૂલ' કરી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ સીધો રસ્તો છોડીને ફરીને પોતાના ઘરમાં દાખલ થયા હતા. ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે કદાચ બાઈડેન ચાલતા ચાલતા અચાનક રસ્તો ભૂલી ગયા. અત્રે જણાવવાનું કે બાઈડેન આજકાલ ખુબ ગૂમસૂમ જોવા મળી રહ્યા છે. ગત અઠવાડિયે એક કાર્યક્રમમાં પણ તેઓ ખુબ વિચલિત જોવા મળ્યા હતા.
ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ, જાણો શું છે મામલો
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે