Home> World
Advertisement
Prev
Next

ઈરાન પર પ્રતિબંધ મામલામાં ICJને ન્યાય કરવાનો કોઈ હક નથીઃ અમેરિકા

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની અદાલતને કહ્યું કે, તમને ઈરાન પર પ્રતિબંધ મામલામાં સુનાવણી કરવાનો કોઈ હક નથી. 
 

ઈરાન પર પ્રતિબંધ મામલામાં  ICJને ન્યાય કરવાનો કોઈ હક નથીઃ અમેરિકા

દી હેગ (નેધરલેન્ડ): અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના ન્યાયાધીશોને કહ્યું કે, ઈરાન વિરુદ્ધ પરમાણુ સંબંધી પ્રતિબંધોને રદ કરવાનો આદેશ આપવાની તેહરાનની માંગ પર નિર્ણય કરવાનો તેને કોઈ અધિકાર નથી. ઈરાને તર્ક આવ્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બહુપક્ષીય પરમાણુ સમજુતીમાંથી પગલા પાછળ લીધા બાદ ફરીથી ઈરાન પર પ્રતિબંધ લગાવીને 1955ની સમજુતીનો ભંગ કર્યો છે. પરંતુ અમેરિકી વિદેશ વિભાગના વકીલ જેનિફર ન્યૂસ્ટેડે દી હેગમાં કોર્ટને જણાવ્યું કે, ઈરાનના દાવા પર સુનાવણીનો પ્રથમ દ્રષ્ટિએ તેની પાસે કોઈ અધિકાર નથી. 

fallbacks

ન્યૂસ્ટેડે કહ્યું કે, અમેરિકાને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય હિતોની રક્ષા કરવાનો અધિકાર છે. તેવામાં આ સમજુતી આ કોર્ટને ન્યાયાધિકારનો આધાર પૂરી પાડતો નથી. અમેરિકા અને વિશ્વની અન્ય શક્તિઓએ ઘણા વર્ષોની કૂટનીતિ બાદ વર્ષ 2015માં થયેલી સમજુતી મુજબ ઈરાન પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો. ત્યારબાદ બદલામાં તેહરાને વચન આપ્યું હતું કે તે પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયત્ન કરશે નહીં. 

ટ્રમ્પે કહ્યું કે, 2015ની સમજુતી ઈરાનથી ઉભા થતા ખતરાને રોકવા માટે યોગ્ય કામ કરતી નથી. તેમણે મે મહિનામાં આ સમજુતી પરત ખેંચી હતી અને તે મહિનાથી ઈરાન પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું હતું. આઈસીજેમાં પ્રથમ દિવસની સુનાવણી થી. ઈરાનના વકીલે કહ્યું કે, પ્રતિબંધ તેના નાગરિકોના કલ્યાણ માટે યોગ્ય નથી અને અબજો ડોલરના વ્યાપારની સમજુતીને નુકસાન પહોંચાડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More