Home> World
Advertisement
Prev
Next

ચીન સાથે તણાવ વચ્ચે અમેરિકાનું મહત્વનું નિવેદન, 'અમેરિકી સેના ભારત સાથે'

વ્હાઈટ હાઉસના એક ટોચના અધિકારીએ સોમવારે કહ્યું કે અમેરિકી સેના (American Army)  ભારત અને ચીન (China) વચ્ચે કે પછી અન્ય કોઈ પણ ઘર્ષણ મામલે મજબુતાઈથી તેની સાથે (ભારત) રહેશે. નેવી દ્વારા ક્ષેત્રમાં પોતાની હાજરી વધારવા માટે દક્ષિણ ચીન સાગરમાં બે વિમાન વાહક જહાજ તૈનાત કર્યા બાદ અધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે. 

ચીન સાથે તણાવ વચ્ચે અમેરિકાનું મહત્વનું નિવેદન, 'અમેરિકી સેના ભારત સાથે'

વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસના એક ટોચના અધિકારીએ સોમવારે કહ્યું કે અમેરિકી સેના (American Army)  ભારત અને ચીન (China) વચ્ચે કે પછી અન્ય કોઈ પણ ઘર્ષણ મામલે મજબુતાઈથી તેની સાથે (ભારત) રહેશે. નેવી દ્વારા ક્ષેત્રમાં પોતાની હાજરી વધારવા માટે દક્ષિણ ચીન સાગરમાં બે વિમાન વાહક જહાજ તૈનાત કર્યા બાદ અધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે. 

fallbacks

વ્હાઈટ હાઈસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે એક સવાલના જવાબમાં ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે 'સંદેશ સ્પષ્ટ છે. અમે ચીન કે પછી અન્ય કોઈને સૌથી શક્તિશાળી કે પ્રભાવી બળ હોવા સંદર્ભે કમાન થમાવી શકીએ નહીં. પછી ભલે તે ત્યાં ક્ષેત્રમાં હોય કે પછી અહીં.'

મીડોઝે કહ્યું કે અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં પોતાના બે વિમાન વાહક જહાજ મોકલ્યા છે. તેમણે કહ્યું કે 'અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે દુનિયા એ જાણે કે અમારી પાસે હજુ પણ દુનિયાની ઉત્કૃષ્ટ ફોર્સ છે.'

ગલવાનમાં પાછળ હટ્યા ચીની સૈનિકો
ભારતે હાલમાં જ ચીની સૈનિકો સાથે થયેલા સંઘર્ષમાં ભારતીય સૈનિકો શહીદ થયા બાદ અનેક ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેંગોન્ગ ત્સો, ગલવાન ઘીણ અને ગોગ્રા હોટ સ્પ્રિંગ સહિત પૂર્વ લદાખના અનેક વિસ્તારમાં આઠ અઠવાડિયાથી ગતિરોધ ચાલુ છે. 

જો કે સ્થિતિ ત્યારે બગડી જ્યારે 15 જૂનના રોજ ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો શહીદ થઈ ગયાં. ચીની સેનાએ ગલવાન ખીણ અને ગોગ્રા હોટ સ્પ્રિંગથી સોમવારે પોતાના સૈનિકોને પાછળ હટાવવાનું શરૂ કરી દીધું. 

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે ટેલિફોન પર વાત કરી જેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી સૈનિકોના ઝડપથી પાછા હટવાની પ્રક્રિયાને પૂરી કરવા પર સહમત થયાં. 

જુઓ LIVE TV

ચીન, દક્ષિણ ચીન સાગર, અને પૂર્વ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદોમાં સંડોવાયેલું છે. ચીન લગભગ સમગ્ર દક્ષિણ ચીન સાગર પર દાવો કરે છે. વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાનના વિસ્તારોને લઈને પણ તેના દાવા છે. 

(ઈનપુટ- એજન્સી ભાષા)

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More