જુબા: કોરોના વાયરસના નવા વેરિએન્ટના જોખમ વચ્ચે આફ્રિકામાં એક રહસ્યમયી બીમારી ફેલાવવાની વાત સામે આવી છે. આ બીમારીથી દક્ષિણ સૂડાનના જોંગલેઈ રાજ્યના ઉત્તરી શહેર ફાંગકમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ખબરે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની ચિંતા વધારી છે. હવે WHO એ પીડિત લોકોના નમૂના ભેગા કરવા માટે વૈજ્ઞાનિકોની એક રેપિડ રિસ્પોન્સ ટીમ ત્યાં મોકલી છે.
પૂરથી પહેલેથી જ બેહાલ છે સ્થિતિ
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે જોખમની ભાળ મેળવવા અને તપાસ કરાવવા માટે એક રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલવામાં આવી છે. આ ટીમ લોકોના સેમ્પલ ભેગા કરશે. હાલ અમને જે આંકડા મળ્યા છે તે મુજબ 89 મોત થઈ ચૂક્યા છે. બીમારીથી પ્રભાવિત વિસ્તાર હાલમાં આવેલા ભીષણ પૂરથી સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત વિસ્તારોમાંથી એક છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોના સમૂહને આ કારણસર હેલિકોપ્ટરના માધ્યમથી પ્રવેશ કરવો પડ્યો.
Good News! ઓમિક્રોન વિરુદ્ધ પણ અસરકારક છે આ એન્ટી વાયરલ ટેબલેટ
કુપોષણનો ભોગ બની રહ્યા છે બાળકો
સૂડાનની ભૂમિ, આવાસ અને સાર્વજનિક ઉપયોગિતા મંત્રી લૈમ તુંગવાર કુઈગવોંગના જણાવ્યાં મુજબ નોંગલેઈની સરહદથી લાગેલા રાજ્યમાં ભયંકર પૂરે મલેરિયા જેવી બીમારીઓના પ્રસારને વધાર્યો છે. ખાવાનાની કમીના કારણે બાળકો કુપોષિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અહીં તેલથી પાણી દૂષિત થઈ ગયું છે. જેનાથી પાલતુ જાનવરોના પણ મોત થયા છે. દક્ષિણ સૂડાનના ઉત્તરમાં આવેલા પૂર આ વિસ્તારના લોકો માટે વિનાશકારી સાબિત થયા છે.
પૂરથી લાખો લોક પ્રભાવિત
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી યુએનએચસીઆરે કહ્યું કે દેશમાં લગભગ 60 વર્ષોમાં આવેલા સૌથી ભીષણ પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. જેના માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં કામ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા મેડેકિન્સ સેન્સ ફ્રન્ટિયરેસ (એમએસએફ)એ કહ્યું કે પૂરના કરાણે પેદા થયેલી અરાજકતા હવે સ્વાસ્થ્ય સુવિધાઓ પર દબાણ વધારી રહી છે. અત્રે જણાવવાનું કે હાલ દુનિયા કોરોનાના નવા વેરિએન્ટનો સામનો કરી રહી છે અને સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે