નવી દિલ્હી: પોતાની વિસ્તારવાદી આદતો માટે કુખ્યાત ચીન (China) હવે ભારતના પડોશી દેશ ભૂતાન (Bhutan) ના કેટલાક વિસ્તારો પચાવી પાડવા માંગે છે. પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ભૂતાનના વિસ્તારો પર કબ્જો જમાવવાની તૈયારી કરી રહી છે. ભારતે આ તાજા ઘટનાક્રમ અંગે ભૂતાનની સરકારને માહિતગાર કરી છે. ચીન ભૂતાન સાથે સરહદ વિવાદ (Border Dispute) નો નિર્ણય પોતાના હકમાં લાવવા માટે તેના પર દબાણ સર્જી રહ્યું છે અને હાલની આ તૈયારીઓ તેનો જ એક ભાગ છે. 2017માં ડોકલામ વિવાદ બાદથી ચીન ભૂતાન સરહદ પાસે રસ્તાઓ, હેલિપેડ તૈયાર કરવામાં લાગ્યું છે. આ સાથે જ ત્યાં સૈનિકોનો જમાવડો પણ વધી ગયો છે.
મોટો ખુલાસો!, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, ચીફ જસ્ટિસ સહિત 10 હજાર ભારતીયો પર છે ચીનની નજર
છેલ્લા કેટલાક મહિનામાં ચીને પશ્ચિમી ભૂતાન ક્ષેત્રના પાંચ વિસ્તારોમાં ઘૂસણખોરી કરી અને ભૂતાનની અંદર લગભગ 40 કિમી એક નવી સરહદનો દાવો કર્યો છે. ગત મહિને ઓગસ્ટમાં PLAએ દક્ષિણ ડોકલામ ક્ષેત્રમાં પણ ઘૂસણખોરી કરી હતી. ચીન ભૂતાન પર દબાણ સર્જી રહ્યું છે કે તે ગયમોચેન વિસ્તાર સુધી સરહદ વિસ્તારનો સ્વીકાર કરી લે.
Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે
સ્થિતિ પર ભારતની નજર
કેન્દ્રીય સુરક્ષા એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે અમે ભારત-ચીન અને ચીન-ભૂતાન સરહદ પરના તાજા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. ડોકલામ ગતિવિધિઓ બાદથી PLA આક્રમક રીતે ભૂતાન-ચીન સરહદ પર પેટ્રોલિંગ કરી રહી છે અને ભૂતાન સરહદની નજીક રસ્તાઓ અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા હેલિપેડનું નિર્માણ થઈ રહ્યું છે. ચીન ભૂતાનના પશ્ચિમ સેક્ટરમાં 318 વર્ગ કિલોમીટર અને સેન્ટ્રલ સેક્ટરમાં 495 વર્ગ કિલોમીટર પર દાવો કરે છે.
કંગના વિવાદ: શિવસેના નેતા સંજય રાઉતે મુકેશ અંબાણી અને અક્ષયકુમારને ધમકી આપી?
અહીં પણ ઠોક્યો છે દાવો
જૂનમાં ચીને ભૂતાનના સાકટેંગ વન્યજીવ અભયારણ્ય (Sakteng Wildlife Sanctuary) પ્રોજેક્ટ પર આપત્તિ વ્યક્ત કરી હતી. ડ્રેગને તેને વિવાદિત વિસ્તાર ગણાવતા ગ્લોબલ એનવાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલ (Global Environment Facility-GEF Council)ને તેને ફંડ ન આપવા કહ્યું હતું. આ અભયારણ્ય ભારત અને ચીનની સરહદ પાસે 750 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે અને અરૂણાચલ પ્રદેશની નજીક છે.
India-China Standoff: LAC પર ફાઇબર કેબલ બિછાવી રહ્યું છે ચીન, ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ
2017માં વધ્યો હતો તણાવ
ડોકલામ પઠાર જેને ચીનીમાં ડોંગલાંગ તરીકે પણ ઓળખાય છે તે ચીન અને ભૂતાન વચ્ચે 2017માં થયેલા સૈન્ય ગતિરોધનું મુખ્ય કારણ છે. ડોકલામ પઠાર સિલિગુડી કોરિડોરની નજીક છે. જેને ચિકન નેક પણ કહે છે. સિલિગુડી કોરિડોર ભારત માટે વ્યૂહાત્મક રીતે ખુબ જ મહત્વનો છે. ચીન ગ્રેટ બ્રિટન અને Qing રાજવંશ વચ્ચે થયેલા 1890 કન્વેન્શનના આધારે ડોકલામ પઠાર પર પોતાનો દાવો જતાવે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે