Home> World
Advertisement
Prev
Next

મુશર્રફને ફાંસીની સજા સંભળાવનારા જજ પર PAK સરકાર ખુબ લાલઘુમ, પદ પરથી હટાવશે

વિસ્તૃત ચુકાદા બાદ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પોતાની કાનૂની ટીમ સાથે વિચાર વિમર્શ કર્યો. તેમના ટોચના સહાયકોની પ્રેસ કોન્ફરન્સમાં બેઠકના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવી. કાયદા મંત્રી ફરોગ નસીમે કહ્યું કે ચુકાદો દર્શાવે છે કે જજ સેઠ માનસિક રીતે અસ્વસથ છે કારણ કે તેમણે કહ્યું કે જો પહેલા મુશર્રફનું મોત થાય તો તેમના મૃતદેહને પણ ફાંસીએ ચડાવો.

મુશર્રફને ફાંસીની સજા સંભળાવનારા જજ પર PAK સરકાર ખુબ લાલઘુમ, પદ પરથી હટાવશે

ઈસ્લામાબાદ: પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) ને ફાંસીની સજા થવાથી પાકિસ્તાન (Pakistan) ની સરકાર નારાજ હોય તેવું લાગે છે. વિશેષ કોર્ટના ચુકાદાથી નારાજ પાકિસ્તાન સરકારે ગુરુવારે કહ્યું કે ટ્રિબ્યુનલના 'માનસિક રીતે અસ્વસ્થ' પ્રમુખને હટાવવા માટે સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ પાસે જશે. 3 સભ્યોવાળી પેનલનું નેતૃત્વ કરનારા પેશાવર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહેમદ શેઠ દ્વારા લખાયેલા 167 પાનાના ચુકાદામાં કહેવાયું છે કે જો ફાંસી આપતા પહેલા મુશર્રફનું મોત થાય તો તેમના મૃતદેહને ઢસડીને ઇસ્લામાબાદના સેન્ટ્રલ સ્ક્વેર પર લાવવામાં આવે અને 3 દિવસ સુધી લટકાવી રાખવામાં આવે.

fallbacks

ચુકાદા મુજબ અમે કાયદાની પ્રવર્તન એજન્સીઓને નિર્દેશ આપીએ છીએ કે ભાગેડુ/દોષિતની ધરપકડ કરવા માટે પૂરેપૂરી તાકાત ઝોંકી દેવામાં આવે અને સુનિશ્ચિત કરે કે કાયદા પ્રમાણે તેને સજા અપાય. જો તેઓ મૃત હાલતમાં મળે તો તેમની લાશને ઈસ્લામાબાદના ડી ચોક સુધી ખેંચીને લાવવામાં આવે અને 3 દિવસ સુધી લટકાવી રાખવામાં આવે. 

વિસ્તૃત ચુકાદા બાદ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પોતાની કાનૂની ટીમ સાથે વિચાર વિમર્શ કર્યો. તેમના ટોચના સહાયકોની પ્રેસ કોન્ફરન્સમાં બેઠકના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવી. કાયદા મંત્રી ફરોગ નસીમે કહ્યું કે ચુકાદો દર્શાવે છે કે જજ સેઠ માનસિક રીતે અસ્વસથ છે કારણ કે તેમણે કહ્યું કે જો પહેલા મુશર્રફનું મોત થાય તો તેમના મૃતદેહને પણ ફાંસીએ ચડાવો. તેમણે કહ્યું કે આવી સજા પાકિસ્તાનના કોઈ પણ કાયદાની વિરુદ્ધ છે. 

આ VIDEO પણ જુઓ...

નસીમે કહ્યું કે બંધારણીય સરકારે સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ પાસે જવાનું નક્કી કર્યું છે. કારણ કે સરકારનું માનવું છે કે 'આવી વ્યક્તિ કોઈ પણ હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટનો જજ કેવી રીતે હોઈ શકે. જો આવા જજ ચુકાદો આપે તો આવા જજ માનસિક રીતે અસ્વસ્થ અને અસક્ષમ છે.' પાકિસ્તાનમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કોઈ પણ જજને પદ પરથી હટાવવા માટે સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ જ એકમાત્ર સંસ્થા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More