Home> World
Advertisement
Prev
Next

Corona રસીનું મહત્વ ન સમજતા લોકો ખાસ વાંચે, US માં કોરોનાથી મૃત્યુ પામનારાઓમાંથી 99 ટકા લોકોએ રસી લીધી નહતી

કોરોના મહામારીથી બચવા માટે રસી કેટલી જરૂરી છે તેનો અંદાજો અમેરિકાના ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચી  (Anthony Fauci) ના નિવેદનથી જાણી શકાય છે.

Corona રસીનું મહત્વ ન સમજતા લોકો ખાસ વાંચે, US માં કોરોનાથી મૃત્યુ પામનારાઓમાંથી 99 ટકા લોકોએ રસી લીધી નહતી

વોશિંગ્ટન: કોરોના મહામારીથી બચવા માટે રસી કેટલી જરૂરી છે તેનો અંદાજો અમેરિકાના ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચી  (Anthony Fauci) ના નિવેદનથી જાણી શકાય છે. ડો.ફાઉચીનું કહેવું છે કે હાલમાં જ કોરોના વાયરસથી મૃત્યુ પામનારા 99.2 ટકા એવા લોકો હતા, જેમણે રસી લીધી નહતી. અત્રે જણાવવાનું કે દુનિયામાં કોરોનાની રોકથામ માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે હજુ પણ અનેક લોકો કોરોના રસી પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. 

fallbacks

Death Figure પર દુ:ખ જતાવ્યું. 
ડો.એન્થની ફાઉચીએ એનબીસીના 'મીટ ધ પ્રેસ' કાર્યક્રમ દરમિયાન કહ્યું કે કોરોના રસી નહીં લગાવવાના કારણે થયેલા મોતનો આંકડો દુખદાયી છે. તેમણે કહ્યું કે 'આપણી સામે એક ભયંકર દુશ્મન કોરોના વાયરસના સ્વરૂપમાં હાજર છે. આપણી પાસે તેનો તોડ પણ છે જે ખુબ પ્રભાવી છે અને એ જ કારણ છે તે વધુ દુ:ખદ પણ છે કે તેને સંપૂર્ણ રીતે દેશમાં લાગૂ કેમ કરવામાં આવી રહ્યું નથી.'

મતભેદ દૂર કરવાની અપીલ
અમેરિકાના ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞએ કેટલાક યુએસ નાગરિકો દ્વારા રસીના વિરોધના કારણોનો હવાલો આપતા કહ્યું કે કેટલાક વિચારક છે તો કેટલાક ફક્ત રસી કે વિજ્ઞાનના વિરોધી છે. તેમનું કહેવું છે કે દેશની પાસે મહામારીનો મુકાબલો કરવા માટે ટૂલ છે અને તે લોકોને તમામ મતભેદો દૂર કરવાનું કહેશે. જેથી કરીને તેમને સમજમાં આવી શકે કે વાયરસ બધાનો દુશ્મન છે. 

અમેરિકાને ભાગ્યશાળી ગણાવ્યું
ડો.ફાઉચીએ કહ્યું કે અમેરિકા ખુબ ભાગ્યશાળી છે. તેની પાસે દેશમાં જરૂરિયાત પ્રમાણે બધા માટે પૂરતી રસી છે. જ્યારે દુનિયાભરમાં એવા લોકો પણ છે જે રસી મેળવવા માટે કઈ પણ કરી શકે છે. તેમણે કહ્યું કે રસી મૂકાવવી ખુબ જરૂરી છે. કોરોનાના જોખમને ઓછું કરવા માટે તે જ એકમાત્ર ઉપાય છે.  નોંધનીય છે કે અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ કહેર વર્તાવ્યો છે. વાયરસથી સૌથી વધુ મોત અમેરિકામાં થઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 605,000થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવીને જીવ ગુમાવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More