ઈસ્લામાબાદ: વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરથી થોડે દૂર એન્ટી એરક્રાફ્ટ ગનના લગભગ ડઝન જેટલા જીવિત શેલ મળી આવતા પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયાં. ઈમરાન ખાનના બાનીગાલા નિવાસ સ્થાનથી માત્ર થોડે દૂર એક પ્લોટમાંથી આ જીવિત ગોળા મળી આવ્યાં છે.
પાકિસ્તાનના પ્રમુખ અખબાર DAWNની વેબસાઈટમાં છપાયેલા એક અહેવાલ મુજબ પોલીસે કહ્યું કે વિદેશી મિશન પર તહેનાત એક વરિષ્ઠ અધિકારીએ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘર નજીક આવેલા પ્લોટમાં દારૂગોળા જોયા અને પોલીસને જાણ કરી. ત્યારબાદ એક પેટ્રોલિંગ ટીમ તત્કાળ ત્યાં પહોંચી અને આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી.
ચીનની દાદાગીરી સામે ન ઝૂક્યો આ ટચૂકડો દેશ, આપ્યો એવો જડબાતોડ જવાબ કે ડ્રેગન સ્તબ્ધ
કાઉન્ટર ટેરરિઝમ ફોર્સ, ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને બોમ્બ ડિસ્પોઝીબલ સ્ક્વોડ સહિત પોલીસની અલગ અલગ ટીમોએ ત્યારબાદ એન્ટી ક્રાફ્ટ બંદૂકની 18 ગોળીઓ જપ્ત કરી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ગોળીઓની લંબાઈ 30 મીમી હતી અને તેનો રંગ મીટાઈ ગયો હતો. આ ગોળીઓ જૂની હોય તેવું લાગતું હતું.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે વડાપ્રધાનના ખાનગી નિવાસસ્થાનના કારણે વિસ્તારમાં નિયમિત સર્ચ અને અભિયાન ચલાવવામાં આવે છે. હાલમાં જ આ વિસ્તારને સ્કેન કરાયો હતો અને ત્યાં બધુ ઠીકઠાક હતું. પરિસ્થિતિઓથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કોઈ છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્લોટ પર દારૂગોળો લાવીને મૂકી દીધો હશે. તેઓએ તેને કચરામાં છૂપાવવાની કોશિશ કરી હતી. અધિકારીએ કહ્યું કે દારૂગોળાને એક સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવાયો છે અને તેને ફોરેન્સિક વિશ્લેષણ માટે એક પ્રયોગશાળામાં મોકલવામાં આવશે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે