Apple Pays Customer for selling iPhone without Charger: લગભગ બે વર્ષ પહેલાં પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાંડ એપ્પલે એક મોટો નિર્ણય લીધો જેના અંતગર્ત તેમણે iPhone વેચતી વખતે તેના ડિબ્બામાંથી ચાર્જરને હટાવી દીધું હતું. કોઇપણ iPhone ખરીદે છે, તેને ચાર્જર અલગથી લેવું પડે છે. કંપનીના આ નિર્ણયથી તમામ યૂઝર્સમાં નારાજગી જોવા મળી હતી પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે હાલામાં આ મુદ્દે એપ્પલને પોતાના એક ગ્રાહકને 82 હજાર રૂપિયાથી વધુ રૂપિયા આપવા પડ્યા છે. આવો જાણીએ આ ઘટના વિશે.
ચાર્જર વિના iPhone વેચવો ભારે પડ્યો
તાજેતરમાં જ બ્રાજીલમાં એક જજએ સ્માર્ટફોન નિર્માતા કંપની એપ્પલને આદેશ આપ્યો છે કે તેમણે બ્રાજીલના પોતાના એક ગ્રાહકને $1,000 થી વધુ પૈસા આપવા પડશે કારણ કે તેમણે ચાર્જર વિના iPhone વેચ્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ એપ્પલને આ લીધે વળતર આપવા માટે કહેવામાં આવ્યું છે.
Ration Service: હવે નહી લાગે લાંબી લાઇનો, ઘરે બેઠા મંગાવી શકશો રાશન
આ હતો સમગ્ર મામલો
Techmundo ના એક રિપોર્ટ અનુસાર બ્રાજીલના 6th Civil Court of Goiânia ના એક જજ Vanderlei Caires Pinheiro એ એક ફેંસલો સંભળાવ્યો છે. તમને જણાવી દઇએ કે તેમનું કહેવું છે કે આઇફોનને ચાર્જર વિના વેચવો તેમના દેશના કન્ઝુમર કાયદાનું ઉલ્લંઘન છે. તેના આધારે જ એપ્પલને આ ઓર્ડર આપવામાં આવ્યો છે કે તેમણે કસ્ટમરને $,1075 (લગભગ 82,139 રૂપિયા) આપવા પડશે.
એપ્પલે શું કહ્યું
આ મામલે એપ્પલે પોતાનો પક્ષ રજો કરતાં કહ્યું કે મોટાભાગના આઇફોન કસ્ટમર્સની પાસે પહેલાં જ ચાર્જર થાય છે અને એવામાં દરેક નવા આઇફોન સાથે ચાર્જર વેચવાનું ઠીક નહી હોય અને આ પ્રકૃતિ માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે. સ્માર્ટફોન બ્રાંડનું કહેવું છે કે ચાર્જર્સ આઇફોનની સાથે ન વેચીને તે ઇ-વેસ્ટ તો બચાવે જ છે, સાથે જ આઇફોનના ડબ્બાના ફુટપ્રિન્ટને પણ ઓછી કરે છે. તમને જણાવી દઇએ કે આ ફેંસલાથી એપ્પલ પૈસાની પણ ખૂબ બચત કરી લે છે.
હાલ બ્રાજીલના આ કેસ પર એપ્પલે આ વિશે કશું જ કહ્યું નથી તે આ પૈસા આપશે કે નહી. બ્રાજીલ કોર્ટ તરફથી પણ આ ઉપરાંત કોઇ વાત સામે આવે નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે