Home> World
Advertisement
Prev
Next

Apple iPhones લોન્ચ ઈવેન્ટ, ટિમ કૂકે લોન્ચ કરી સ્માર્ટ એપ્પલ વોચ અને X સીરીઝનાં iPhone

એપ્લલના સીઈઓ ટિમ કૂકે કાર્યક્રમની શરૂઆત કરી, કાર્યક્રમમાં આઈફોનની નવી જનરેશન iPhones 10X(s) લોન્ચ કરવામાં આવ્યો, એપલી ઘડિયાળ ઈસીજી પણ કાઢી આપશે, એપ્પલની સ્માર્ટ વોચ 399 અને 499 ડોલરની છે, જ્યારે આઈફોન X(R)ની કિંમત 749 ડોલર, આઈફોન X(S)ની કિંમત 999 ડોલર રાખવામાં આવી છે 

Apple iPhones લોન્ચ ઈવેન્ટ, ટિમ કૂકે લોન્ચ કરી સ્માર્ટ એપ્પલ વોચ અને X સીરીઝનાં iPhone

નવી દિલ્હીઃ દિગ્ગજ કંપની એપ્પલની નવી શ્રૃંખલાની લોન્ચિંગ ઈવેન્ટ શરૂ થઈ ચૂકી છે. કંપનીએ એપ્પલ ઘડિયાળ અને આઈફોનની નવી શ્રૃંખલાઓ લોન્ચ કરી છે. આ કાર્યક્રમનો પ્રારંભ એપ્પલના સીઈઓ ટિમ કુકે કર્યો હતો. સ્ટીવ જોબ થિયેટરમાંથી આ લોન્ચિંગનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. 

fallbacks

fallbacks

કાર્યક્રમમાં iPhone Xs, iPhone Xs Max અને LCD ડિસ્પ્લે ધરાવતો 6.1 ઈન્ચનો iPhone X(R) લોન્ચ કરાયો હતો. iPhone X(R)ની કિંમત 749 ડોલર છે, જ્યારે iPhone X(S)ની કિંમત 999 ડોલર રાખવામાં આવી છે. આ સાથે જ એપ્પલની સ્માર્ટ વોચ પણ લોન્ચ કરાઈ હતી. જેની કિંમત 399 ડોલર અને 499 ડોલર રાખવામાં આવી છે. આ તમામ ફોન અને ઘડિયાળ ચાલુ મહિનાના એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે. જોકે, લોન્ચિંગથી બરાબર પહેલાં જ એપ્પલના ફોન્સ સાથે અનેક માહિતી ઓનલાઈન લીક થઈ ગઈ હતી. લોન્ચિંગના સમયે એપ્પલની વેબસાઈટ પણ ડાઉન થઈ ગઈ હતી. ટ્વીટર પેજ પર પણ એક પણ ટ્વીટ જોવા મળતી ન હતી. 

fallbacks

fallbacks

ટીમ કૂકે એપ્પલની નવી વોચ પણ આ સાથે લોન્ચ કરી છે. આ વોચમાં ઈસીજી કાઢવા જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ દુનિયાની એક નંબરની સ્માર્ટ ઘડિયાળ છે. આ ઘડિયાળમાં 64 બીટ ડ્યુઅલ કોર પ્રોસેરર એક્સીલેરોમીટર અને ઝાયરોસ્કોપ જેવા ફીચર્સ આપવામાં આવેલા છે. ચોથી સીરીઝની આ ઘડિયાળની સ્ક્રીન પહેલાં કરતાં 30 ટકા મોટી છે. 

fallbacks

એપ્પલના તમામ અધિકારીઓએ મંચ પર આવીને આઈફોનની વિશેષતાઓ રજૂ કરી હતી. iPhone Xs અંગે તેણે જણાવ્યું કે, આઈફોનમાં સુપર રેટિના ડિસ્પ્લે અને 3D ટચ ફીચર આપવામાં આવ્યા છે. તેની સ્ક્રીન 5.8 ઈંચની છે. 

iPhone Xsમાં સ્માર્ટ HDR આપવામાં આવ્યો છે. ઝીરો શટર લેગ સાથે મૂવિંગ તસવીરો ક્લિક કરી શકાશે. હાઈલાઈટ અને શેડો વધુ સારો હશે. કંપનીના જણાવ્યા અનુસાર આ બ્રેકથ્રુ જેવો હશે. ફોટાને વધુ સારા કરવા માટે ન્યૂરલ એન્જિન કામ કરશે. અનેક નવી એપ્સનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. 

fallbacks

iPhone Xs Maxcex 6.5 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. આઈફોનની આ સીરીઝ ત્રણ રંગ ગોલ્ડ, સિલ્વર અને ગ્રે રંગમાં રજૂ કરાઈ છે. 

ઓગ્મેન્ટેડ રિયાલિટી માટે પ્રોસેસરમાં ડેડિકેટેડ કોર આપવામાં આવ્યા છે. તેનું પ્રોસેસર 5 ટ્રિલિયન ઓપરેશન પ્રતિ સેકન્ડની ઝડપે કામ કરશે. સોફ્ટવેર અને હાર્ડવેર બંનેમાં ARને વધુ શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરાયો છે. પ્રથમ વખત એપલ દ્વારા iPhoneમાં 512GB મેમરી આપવામાં આવી છે. ટોપ વેરિઅન્ટમાં 512GB ઈન્ટરનલ મેમરી મળશે.

fallbacks

એપલ વોચની વિશેષતાઓઃ 
એપલની નવી સ્માર્ટ વોચ વ્યક્તિ પડી જશે કે તરત જ તેની SOS દ્વારા જાણ કરશે. જે લોકેશન અને તેને પહેરનારી વ્યક્તિની સ્થિતિ અંગે માહિતી મોકલશે. નવી ઘડિયાળમાં ત્રણ નવા હાર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. જે હૃદયના ધબકારા માપશે, હૃદયના ધબકારાની બેકગ્રાઉન્ડ ગતિ માપશે અને જો નોર્મલ નહીં હોય તો તાત્કાલિક એલર્ટ આપશે. આ સાથે જ ઘડિયાળમાં ઈસીજી કાઢવાની પણ સુવિધા આપવામાં આવી છે. તેની બેટરી 18 કલાક સુધી ચાલશે અને એપલ વોચના અગાઉના તમામ બેન્ડમાં તે ફીટ થશે. એપલની નવી ઘડિયાળની કિંમત 399 ડોલર અને 499 ડોલર રાખવામાં આવી છે અને 14 સપ્ટેમ્બર, શુક્રવારથી તેનો ઓર્ડર લેવાની શરૂઆત થશે અને તેના પછીના શુક્રવાર એટલે કે 21 સપ્ટેમ્બરથી તે ઉપલબ્ધ બનશે. 

fallbacks

આ પ્રસંગે iPhoneX(R) સીરીઝ પણ લોન્ચ કરવામાં આવી. iPhoneX(R) સીરીઝને ચાર રંગમાં લોન્ચ કરાઈ છે. લિક્વિટ રેટિના ડિસ્પ્લે સાથે આ ફોનને બજારમાં રજૂ કરાયો છે. તેનો ડિસ્પ્લે 8 સીરીઝના ફોનથી મોટો છે. તેમાં હેપ્ટિક ટચની સુવિધા પણ આપવામાં આવી છે. સાથે જ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More