જયેશ જોશી, અમદાવાદઃ જ્યારે પણ શાકભાજી કે કોઈ અન્ય ડિશ બનાવવામાં આવે છે તો તેમાં ફરજિયાત હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. હીંગના ઉપયોગથી તમારા ખાવાનો સ્વાદ વધી જાય છે. અને તેની ખુશબૂ લોકોને ઘણી પસંદ આવે છે. આપણા ઘરમાં મળી આવતી હિંગ માટીની જેમ હોય છે. એવું લાગે છે કે જાણે કોઈ પથ્થરને ખાંડીને પાઉડર બનાવવામાં આવ્યો હોય. આમ અનેક ઘરોમાં પથ્થરના ટુકડાવાળી હીંગ પણ મળે છે.
જેમાં ઘણી ખુશબૂ હોય છે અને થોડી હીંગ પૂરતી હોય છે. હોઈ શકે કે તમને પણ દરેક શાકભાજીમાં હીંગ પસંદ હોય, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે તમારા ભોજનની વેલ્યુ વધારનારી હીંગ આખરે તે કેવી રીતે બને છે? શું તે કોઈ છોડ પર થાય છે કે પહાડોમાં મળે છે કે પછી તે ફેક્ટરીમાં તૈયાર થાય છે. જો તમને તે સવાલનો જવાબ ખ્યાલ નથી તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું કે આખરે હીંગ કેવી રીતે બનાવવામાં આવે છે અને તે આટલી મોંઘી કેમ હોય છે.
Monalisa એ ડેનિમ શોર્ટ સ્કર્ટમાં સેક્સી Photos કર્યા શેયર, સોશલ મીડિયામાં મચી ગઈ ધૂમ
કેવી રીતે બને છે હીંગ:
શાકભાજીમાં ઉપયોગમાં આવતી હિંગ એક છોડ દ્વારા બને છે. જી હા, હીંગનો એક છોડ હોય છે અને હીંગના છોડથી પાઉડરવાળી હીંગ બને છે. જોકે હીંગનો છોડ વરિયાળીના છોડની શ્રેણીમાં આવે છે. જે લગભગ એક મીટર સુધી થાય છે. તેમાં પીળા રંગના ફૂલ થાય છે. જે દૂરથી જોવામાં સરસોના છોડની જેમ લાગે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે તે કેવી રીતે બને છે. તો જણાવી દઈએ કે હીંગ છોડ પર લાગતી નથી અને તેના કોઈ ફૂલ પણ થતા નથી. ભોજનમાં ઉપયોગમાં આવતી હીંગ આ છોડના મૂળમાંથી બને છે. આથી અનેક લોકો તેને ગાજર, મૂળા જેવા છોડની શ્રેણીમાં પણ રાખે છે. કેમ કે તે મૂળમાંથી તૈયાર થાય છે.
કઈ પ્રક્રિયામાંથી પસાર થઈ બને છે હીંગ:
આમ તો છોડના મૂળિયા હીંગ હોતી નથી. હવે પ્રોસેસ દ્વારા આ મૂળિયાના માધ્યમથી ખાવા માટેની હીંગ તૈયાર કરવામાં આવે છે. આખી દુનિયામાં હીંગ લગભગ 130 પ્રકારની છે. બીજનું વાવેતર કર્યા પછી 4થી 5 વર્ષે તે તૈયાર થાય છે. એક છોડમાંથી લગભગ અડધો કિલો હીંગ નીકળે છે અને તેમાં લગભગ 4 વર્ષ લાગી જાય છે. હીંગ આ છોડના મૂળિયામાંથી કાઢવામાં આવેલ રસથી તૈયાર કરવામાં આવે છે. એકવાર મૂળિયામાંથી રસ કાઢી લેવામાં આવે તે પછી હીંગ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. ખાવાવાયક ગુંદર અને સ્ટાર્ચને મિક્સ કરીને તેના નાના-નાના ટુકડા તૈયાર કરવામાં આવે છે. આ રીતે હીંગ બને છે.
કેટલા પ્રકારની હોય છે હીંગ:
હીંગ બે પ્રકારની હોય છે. કાબુલી સફેદ અને હીંગ લાલ. સફેદ હીંગ પાણીમાં મિક્સ થઈ જાય છે. જ્યારે લાલ કે કાળી હીંગ તેલમાં મિક્સ થાય છે. સ્ટાર્ચ અને ગુંદર મિક્સ કરીને તેને ઈંટના રૂપમાં પણ વેચવામાં આવે છે.
ક્યાં ઉત્પન્ન થાય છે હીંગ:
તમને જાણીને આશ્વર્ય થાય છે કે ભારતના દરેક ઘરમાં ઉપયોગમાં આવતી હીંગની ખેતી ભારતમાં ન બરાબર થાય છે એટલે કે અત્યંત ઓછી થાય છે. એક રિપોર્ટ પ્રમાણે આ હીંગ ભારતની બહારથી મંગાવવામાં આવે છે. અને ભારતમાં ઉપયોગમાં આવતી હીંગ ઈરાન, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશમાંથી મંગાવવામાં આવે છે. અફઘાનિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં હીંગ આવે છે. ભારતમાં હવે હીંગની ખેતી થવા લાગી છે અને આ ખેતી હિમાચલ પ્રદેશના કેટલાંક પહાડી વિસ્તારોમાં કરવામાં આવે છે.
કેમ મોંઘી હોય છે હીંગ:
હીંગ ભારતમાં એટલી મોંઘી હોય છે. કેમ કે એક તો તેનું ઉત્પાદન ભારતમાં થતું નથી. અને તેને વિદેશથી આયાત કરવી પડે છે. આ સિવાય તેને બનાવવાની પ્રોસેસ ઘણી લાંબી છે. કારણ કે 4 વર્ષ સુધી છોડને ઉગાડ્યા પછી તેના મૂળિયામાંથી હીંગ મળે છે. આ કારણે તે ઘણી મોંઘી હોય છે. પરંતુ ભારતમાં તેની ડિમાન્ડ ઘણી વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે