નવી દિલ્લીઃ એસ્ટ્રોઇડ લાંબા સમયથી પૃથ્વી માટે ખતરો છે. ગયા વર્ષના અંતમાં પણ એફિલ ટાવરના કદનો એક એસ્ટ્રોઇડ પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. જેના વિશે નાસાએ ચિંતા વ્યક્ત કરી હતી, જો કે તેના કારણે પૃથ્વી પર કોઈ નુકસાન થયું નથી. ત્યારે, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ફરી એકવાર એક વિશાળ કદનો એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. જેના માટે નાસાએ પણ ચેતવણી જાહેર કરી છે.
રિપોર્ટ અનુસાર, યુએસ સ્પેસ એજન્સી નાસાએ હાલમાં જ આ વિશાળ એસ્ટ્રોઇડ વિશે ચેતવણી જાહેર કરી છે. અને કહ્યું છે કે તે 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની નજીક પહોંચશે. જો તે પૃથ્વી સાથે અથડાશે તો મોટો વિનાશ થઈ શકે છે. આવી સ્થિતિમાં એસ્ટ્રોઇડના કારણે ફરી એકવાર પૃથ્વી પર ખતરો મંડરાઈ રહ્યો છે. મચી શકે છે તબાહી-
એવું કહેવામાં આવી રહ્યું છે કે આટલો મોટો એસ્ટ્રોઇડ માત્ર એક જ વાર પૃથ્વી સાથે ટકરાયો હતો. જેના કારણે પૃથ્વી પરથી ડાયનાસોરની પ્રજાતિ કાયમ માટે લુપ્ત થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, જો આ વખતે એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાય છે, તો ફરીથી મોટી આફત આવી શકે છે. જો કે હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે એસ્ટ્રોઇડ પૃથ્વીના કયા ભાગમાંથી પસાર થશે. તમને જણાવી દઈએ કે આ એસ્ટરોઈડ એક આખી સંસ્કૃતિનો નાશ કરી શકે છે. આ એસ્ટ્રોઇડનું નામ 2007UY1 છે અને તેનું અંદાજિત કદ લગભગ 150 મીટર છે.
તમને જણાવી દઈએ કે આ એસ્ટ્રોઇડ પહેલીવાર 21 ફેબ્રુઆરી 1900ના રોજ જોવા મળ્યો હતો અને તે લગભગ દર વર્ષે સુર્યમંડળની નજીકથી પસાર થાય છે. આ એસ્ટ્રોઇડ છેલ્લે ગયા વર્ષે 18 ફેબ્રુઆરી 2021ના રોજ જોવા મળ્યો હતો. આ સિવાય તે 2011 અને 2019માં જોવા મળ્યો હતો. હવે તે ફરી એકવાર 11 ફેબ્રુઆરી 2022ના રોજ જોવા મળશે. પરંતુ નાસાએ તે કઈ જગ્યાએથી પસાર થશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે