Home> World
Advertisement
Prev
Next

Afghanistan: દેશ છોડવાની કોશિશ નિષ્ફળ ગઈ, અત્યાર સુધીમાં કાબુલ એરપોર્ટ પર 20 લોકો માર્યા ગયા

તાલિબાનના કબજા બાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડવાની કોશિશ કરી રહ્યા છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. એક રિપોર્ટ મુજબ દેશ છોડવાની કોશિશમાં હામિદ કરઝઈ એરપોર્ટ પર એક અઠવાડિયામાં 20 લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે.

Afghanistan: દેશ છોડવાની કોશિશ નિષ્ફળ ગઈ, અત્યાર સુધીમાં કાબુલ એરપોર્ટ પર 20 લોકો માર્યા ગયા

કાબુલ: તાલિબાનના કબજા બાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડવાની કોશિશ કરી રહ્યા છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. એક રિપોર્ટ મુજબ દેશ છોડવાની કોશિશમાં હામિદ કરઝઈ એરપોર્ટ પર એક અઠવાડિયામાં 20 લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. આ અગાઉ શનિવારે બ્રિટન સરકારે કાબુલ એરપોર્ટ પાસે 7 અફઘાનીઓના માર્યા ગયાની જાહેરાત કરી હતી. બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે અહીં જમીન પર સ્થિતિ ખુબ જ પડકારજનક છે. 

fallbacks

કાબુલ એરપોર્ટ પાસે હજારો લોકો ભેગા થયા છે
તાલિબાનના શાસનથી બચવા માટે બેતાબ થયેલા પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પાસે ભેગા થયા છે. અમેરિકા સહિત અનેક દેશ પોતાના નાગરિકોને કાબુલથી બહાર લઈ જવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. આ દરમિયાન શનિવારે અહીં હજારોની સંખ્યામાં ભીડ જમા થતા હિંસા થઈ. જેમાં લોકો માર્યા ગયા અને ઘાયલ પણ થયા. કેટલાક લોકો દીવાલ ઠેકીને અંદર જવાની કોશિશ કરતા પણ જોવા મળ્યા. 

Afghanistan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાલિબાન પર ભરોસો છે? જાણો શું આપ્યો જવાબ

લોકોમાં ભ્રમની સ્થિતિ
વાત જાણે એમ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આશા જતાવી છે કે લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવાનું કામ 31 ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે અને આ સમયને આગળ વધારવાની જરૂર નહીં પડે. હવે લોકોમાં ડર છે કે ક્યાંક તેઓ અફઘાનિસ્તાનમાં ફસાઈને રહી ન જાય. 

આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મારિસ પાયને કહ્યું કે જો બાઈડેન પ્રશાસન ઓપરેશનને 31 ઓગસ્ટ પછી પણ ચાલુ રાખવાનો નિર્ણય લે તો પણ તેઓ લોકોને અફઘાનિસ્તાનથી એરલિફ્ટ કરવામાં મદદ કરવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા એક અઠવાડિયામાં અત્યાર સુધીમાં લગભગ 1000 લોકોને બહાર કાઢ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયન નાગરિકો અને અફઘાની સામેલ છે. 

Taliban ને મોટો ઝટકો: Panjshir કબજે કરવા 3000 તાલિબાનીઓ મોકલ્યા તો ઉઠાવવું પડ્યું મોટું નુકસાન

નેધરલેન્ડ પણ મદદ કરશે
આ બાજુ નેધરલેન્ડે પણ કહ્યું છે કે લોકોને બહાર કાઢવાના પ્રયત્નોમાં મદદ કરવા માટે અફઘાનિસ્તાનમાં તે પોતાના સૈન્ય ઉપસ્થિતિ વધારશે. કાબુલ એરપોર્ટ પર પહેલેથી 62 ડચ વિશેષ દળના જવાનો તૈનાત છે અને સરકારના દુભાષિયા સહિત 1000 અફઘાનોને બહાર કાઢવા માટે 2સી130 સૈન્ય વિમાન કામે લાગ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More