Home> World
Advertisement
Prev
Next

બ્રાઝિલ: અચાનક ડેમ થયો ધરાશાહી, 7ના મોત અને 150 લોકો ગુમ

વેલના સીઇઓ ફેબિયો શ્વાર્ટ્સમેન નેરિયો ડી જેનેરોમાં એક પત્રકાર કોન્ફરન્સમાં કહ્યું કે, ડેમ અચાનક ધરાશાહી થયો જેનાથી સમગ્ર વિસ્તારમાં માટી ફેલાઇ ગઇ હતી

બ્રાઝિલ: અચાનક ડેમ થયો ધરાશાહી, 7ના મોત અને 150 લોકો ગુમ

બ્રુમાડિન્હો: દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં આયર્ન ઓરના એક ખાણ વિસ્તારમાં એક ડેમ ધરાશાહી થવાથી ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને લગભગ 150 લોકો ગુમ છે. આ ડેમનું લાંબા સમયથી ઉપયોગ કરવા આપી રહ્યો ન હતો.

fallbacks

વેલના સીઇઓ ફેબિયો શ્વાર્ટ્સમેન નેરિયો ડી જેનેરોમાં એક પત્રકાર કોન્ફરન્સમાં કહ્યું કે, ડેમ અચાનક ધરાશાહી થયો જેનાથી સમગ્ર વિસ્તારમાં માટી ફેલાઇ ગઇ હતી. ત્યાં લગભગ 300 ખાણ કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. બચાવ તેમજ રાહત કાર્ય ચાલી રહ્યું છે.

fallbacks

રાષ્ટ્રપતિ કરશે હવાઇ નિરીક્ષણ
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો અને તેમના રક્ષા મંત્રિ શનિવારે ઘટનાસ્થળનું હવાઇ નિરીક્ષણ કરશે.
(ઇનપુટ એજન્સીથી)

વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More