Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં કરાંચી સ્ટોક એક્સચેંજ પર થયેલા હુમલાની આ સંગઠને લીધી જવાબદારી

'મુખ્ય ગેટ પર બે આતંકવાદી ઠાર માર્યા હતા, જ્યારે ત્રીજો આતંકવાદી સેન્ટરના ગેટ પર અને ચોથો આતંકવાદી સ્ટોક એક્સચેંજના બિલ્ડીંગના મુખ્ય ગેટ પર ઠાર માર્યો હતો. હુમલાના થોડા કલાકો બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મી  (B.L.A.) એ હુમલાની જવાબદારી સ્વિકારી લીધી હતી. આ એક એવું ગ્રુપ છે જે ઘણા સમયથી સ્વતંત્ર બલૂચિસ્તાનની માંગ કરી રહ્યું છે. 

પાકિસ્તાનમાં કરાંચી સ્ટોક એક્સચેંજ પર થયેલા હુમલાની આ સંગઠને લીધી જવાબદારી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરાંચી સ્ટોક એક્સચેંજ (Karachi Stock Exchange) પર સોમવારે થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. મળતી માહિતી અનુસાર હુમલા વખતે બંદૂકધારી કાળા રંગની કારમાં આવ્યા હતા. તેમાંથી બે બંદૂકધારી પાકિંગ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

fallbacks

ત્યારબાદ ગોળીબારી શરૂ થઇ ગઇ અને અધિકારી-વેપારીએ અંદર દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. એક કલાક સુધી ચાલેલી ગોળીબારીમાં તમામ ચાર બંદૂધકધારીને ઠાર માર્યા હતા. ત્યારબાદ કરાંચી સ્ટોક એક્સચેંજના એક નિર્દેશકએ મીડિયાની સામે નિવેદન આપ્યું હતું.  

રોકાણકારનું કહેવું છે કે 'મુખ્ય ગેટ પર બે આતંકવાદી ઠાર માર્યા હતા, જ્યારે ત્રીજો આતંકવાદી સેન્ટરના ગેટ પર અને ચોથો આતંકવાદી સ્ટોક એક્સચેંજના બિલ્ડીંગના મુખ્ય ગેટ પર ઠાર માર્યો હતો. હુમલાના થોડા કલાકો બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મી  (B.L.A.) એ હુમલાની જવાબદારી સ્વિકારી લીધી હતી. આ એક એવું ગ્રુપ છે જે ઘણા સમયથી સ્વતંત્ર બલૂચિસ્તાનની માંગ કરી રહ્યું છે. 

પાકિસ્તાનમાં ચીની રોકાણને બનાવી રહ્યા છે ટાર્ગેટ
ગત થોડા સમયથી આ ગ્રુપ પાકિસ્તાનમાં ચીની રોકાણને ટાર્ગેટ કરી રહ્યું છે. 2018માં તેણે કથિત રીતે કરાંચીમાં ચીની વાણિજ્ય દૂતાવાસને ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ગત વર્ષે (Balochistan Liberation Army) ગ્રુપે ગ્વાદરમાં એક 5 સ્ટાર હોટલ પર હુમલો કર્યો હતો, જેનું ફાયનાન્સ ચીન દ્વારા કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર કરવામાં આવેલા હુમલામાં પણ ચીની રોકાણને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.  

ચીનનું પાકિસ્તાની શેર બજારમાં મોટું રોકાણ
તમને જણાવી દદઇએ કે એક ચીની કંસોર્ટિયમએ પીએસએક્સમાં 40 ટકા ભાગીદારી કરી હતી. ગત વર્ષે ચીની રોકાણકાર પાકિસ્તાની શેર બજારમાં બે બિલિયન ડોલર સુધી રોકાણ કરવા અંગે વિચાર કરી રહ્યા હતા. 

બીએલએ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો કડક વિરોધ કરે છે. તેમાં પણ ખાસકરીને તેને બલૂચિસ્તાનમાં રોકાણથી તેને સખત વાંધો છે. તેના લીધે જે દિવસથી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, તે દિવસથી બલૂચિસ્તાને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક પ્રાંતના રૂપમાં બલૂચિસ્તાન લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. પ્રાકૃતિક સંસાધનોમાં સૌથી અમીર હોવા છતાં આ પ્રાંતમાં સૌથી ઓછું ડેવલોપમેન્ટ થયું છે. બલૂચિસ્તાનની સંપત્તિનો પાકિસ્તાન ભરપૂર ઉપયોગ કર્યો છે. અહીં પાક સેના દમનનું ક્રૂર અભિયાન ચલાવી રહી છે.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More