Home> World
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયા જવું હવે અઘરું બનશે! એક નિર્ણયથી ભારતીયોની મુશ્કેલીઓમાં થશે વધારો

ઓસ્ટ્રેલિયા પોતાના વિઝા અને પ્રવાસન નિયમોને કડક બનાવી રહ્યું છે જેથી કરીને ભારતીયોની ચિંતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ શ્રમિકો માટે વિઝા નિયમોને કડક કરી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયા જવું હવે અઘરું બનશે! એક નિર્ણયથી ભારતીયોની મુશ્કેલીઓમાં થશે વધારો

ઓસ્ટ્રેલિયા પોતાના વિઝા અને પ્રવાસન નિયમોને કડક બનાવી રહ્યું છે જેથી કરીને ભારતીયોની ચિંતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ શ્રમિકો માટે વિઝા નિયમોને કડક કરી રહ્યું છે. આ પગલાંનો હેતું આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં પ્રવાસીઓની સંખ્યાને અડધી કરવાનો છે. 

fallbacks

સમાચાર એજન્સી રોયટર્સના એક રિપોર્ટ મુજબ નવી નીતિઓ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અંગ્રેજી પરીક્ષાઓમાં ઉચ્ચ રેટિંગ પ્રાપ્ત કરવા પડશે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં લાંબો સમય રહેવા માંગતા હોય અને બીજીવાર વિઝા માટે અરજી કરશે તો તેમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેયલ ઓનીલે એક મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે અમારી રણનીતિ વધતી પ્રવાસન સંખ્યાને પાછી સામાન્ય કરશે. પરંતુ આ ફક્ત પ્રવાસન સંખ્યા અંગે નથી પરંતુ તે ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે પણ છે. 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે ગત અઠવાડિયે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની પ્રવાસન સંખ્યાને 'ટકાઉ સ્તર' પર પાછી લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રવાસનને લઈને એક સિસ્ટમ બનાવવામાં આવી હતી જે તૂટી ગઈ છે. બીજા બાજુ ઓનીલે કહ્યું કે સરકારે વિદેશીઓની સંખ્યા ઓછી કરવા માટે પહેલેથી જ કેટલાક સુધારા કર્યા છે જે પ્રભાવી છે અને તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થશે. 

ઓસ્ટ્રેલિયામાં પ્રવાસીઓની સંખ્યામાં જાણે પૂર
ઓસ્ટ્રેલિયાએ પોતાના વિઝા નિયમોને કડક કરવાનો નિર્ણય 2022-23માં ઈમિગ્રેશનના રેકોર્ડ 510,000 સુધી પહોંચ્યા બાદ લીધો છે. ઓનીલે કહ્યું કે 2022-23માં પ્રવાસનનો આ વધારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે આવ્યો છે. 

મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા જાય છે ભારતીય વિદ્યાર્થીઓ
અત્રે જણાવવાનું કે કેનેડા પછી ઓસ્ટ્રેલિયા જનારા ભારતીય વિદ્યાર્થીઓનો વર્ગ બહોળો છે. ગ્લોબલ ડાટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ Statista ના એ એક રિપોર્ટ મુજબ જુલાઈ 2023 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 118869 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની સંખ્યામાં ઝડપથી વધારો થતો જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયની વેબસાઈટ મુજબ જૂન 2021ના અંત સુધીમાં 710,380 ભારતીય મૂળના લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More