કેનબરાઃ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Scott Morrison) એ એક પૂર્વ મહિલા સરકારી કર્મચારીની માફી માંગી છે. મહિલા કર્મી સાથે બે વર્ષ પહેલા કથિત રૂપથી સંસદ ભવનની અંદર એક સહકર્મીએ બળાત્કાર કર્યો હતો. મહિલાએ એક દિવસ પહેલા આ દુખદ ઘટના વિશે મીડિયાને જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વચન આપ્યું કે, આ કથિત રેપ અને રાજધાનીની સંસ્કૃતિની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
મહિલાકર્મીએ આરોપ લગાવ્યો હતો કે માર્ચ 2019માં રક્ષામંત્રી કાર્યાલયમાં એક પૂર્વ સહયોગીએ સાંજના સમયે કામ બાદ પોતાની સાથે બળાત્કાર કર્યો હતો. મીડિયા સાથે વાતચીતમાં મહિલાએ કહ્યું કે, સહકર્મીને મેં કહ્યું કે, મારે ઘરે જવાનું છે પરંતુ તેણે સંસદ ભવનની ઇમારતમાં ચાલવાનું કહ્યું. સહકર્મીએ કહ્યું કે, તેણે સંસદની ઇમારતમાંથી કોઈ જરૂરી વસ્તુ લેવાની છે. મહિલાએ જણાવ્યું કે, સંસદની અંદર સહકર્મીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
આ પણ વાંચોઃ Rihanna નો 'અસલ ચહેરો', ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પહેરીને ટોપલેસ PHOTO શેર કર્યો
મહિલાએ બળાત્કારીની ઓળખ જાહેર કરી નથી
મહિલાએ જણાવ્યું કે, જ્યારે મેં રેપનો વિરોધ કર્યો તો તે ન માન્યો. મહિલાએ બળાત્કારીની ઓળખ જાહેર કરી નથી. તેમણે કહ્યું કે, એપ્રિલ 2019માં તેણે પોલીસને આ વિશે વાત કરી હતી પરંતુ પોતાના કરિયરના ખતરાને જોતા ઔપચારિક ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો હતો. મહિલાએ કહ્યું, આ વ્યક્તિગત રૂપથી સાચો નિર્ણય નહતો.
ઓસ્ટ્રેલિયાની પોલીસે તે વાતની પુષ્ટિ કરી છે કે મહિલાએ એપ્રિલ 2019માં આ ફરિયાદ વિશે વાત કરી પરંતુ તેણે ઔપચારિક ફરિયાદ ન નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા રક્ષા મંત્રી લિન્ડાએ કહ્યું હતું કે, તેમને આ આરોપ વિશે કોઈ જાણકારી નથી. પરંતુ પ્રધાનમંત્રી મોરિશને મહિલાની માફી માગી અને તપાસનો વિશ્વાસ અપાવ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે