Home> World
Advertisement
Prev
Next

2025 વિશે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી! આ 4 ભયંકર ઘટનાઓ વિશ્વમાં હાહાકાર મચાવશે

Baba Vanga: વર્ષ 2025ની ભવિષ્યવાણીઓએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે અને લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની છે. જોકે આ ભવિષ્યવાણીઓની વ્યાખ્યા અલગ અલગ કરવામાં આવી રહી છે. પરંતુ જો એવું થશે તો માનવતા માટે ખુબ જ ભયાનક મંજર હશે.

2025 વિશે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી! આ 4 ભયંકર ઘટનાઓ વિશ્વમાં હાહાકાર મચાવશે

Predictions for 2025: પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગા અને નોસ્ટ્રાદમસ હવે 2025 માટે કરવામાં આવેલી પોતાની ભવિષ્યવાણીઓને લઈને ચર્ચામાં છે. અગાઉ આ બન્ને ભવિષ્યવક્તાઓએ ઘણી ઘટનાઓની સટીક ભવિષ્યવાણી કરી છે. આ વખતે તેમણે ભવિષ્યવાણી કરી છે કે 2025માં એલિયંસ અને માણસોની વચ્ચે સંપર્ક સ્થપાઈ શકે છે. રશિયા રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન પર હુમલો થવાની સંભાવના છે, યૂરોપમાં આતંકવાદી હુમલો થઈ શકે છે અને કિંગ ચાર્લ્સના શાસનમાં ઉથલ પાથલનો સામનો કરવો પડી શકે છે.

fallbacks

બાલ્કન્સની નોસ્ટ્રાડેમસ
અસલમાં બાબા વેંગા પોતાની ઘણી સટીક ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. તેમણે બાલ્કન્સની નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવે છે. 9/11નો હુમલો, પ્રેન્સેસ ડાયનાનું મૃત્યું ચેરનોબિલની આફત અને બ્રેક્સિટ જેવી ઘટનાઓ તેમની ભવિષ્યવાણીઓ સામેલ હતી, જેમાંથી ઘણી સાચી સાબિત થઈ. તે દ્દષ્ટિહીન હતા અને એવી ભવિષ્યવાણી કરતી હતી કે લોકો ડરી જતા હતા. તેમનું 1996માં નિધન થયું. 

2025ની ભવિષ્યવાણી
બાબા વેંગાએ 2025માં યૂરોપ એક વિનાશકારી યુદ્ધની ભવિષ્યવાણી કરી છે, જે હાલના રશિયા-યુક્રેન યુદ્ધથી અલગ હશે. તેમણે વ્યાપક જનહાનિ અને વિનાશનો સંકેત આપ્યો છે. તેની સાથે તેમણે બે મુખ્ય ઘટનાઓની સંભાવના વ્યક્ત કરી છે. એલિયંસની સાથે માણસોનો સંપર્ક અને ટેલીપેથીમાં મોટો વિકાસ, જેના કારણે એક-બીજાના વિચાર સીધા વાંચી શકાશે.

યૂરોપ પ્રભાવિત થઈ શકે છે
બીજી બાજુ, નોસ્ટ્રાડેમસે પણ યૂરોપ માટે એક ગંભીર ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણીઓમાં નૃશંસ યુદ્ધોનો ઉલ્લેખ છે, જેના કારણે યૂરોપ પ્રભાવિત થઈ શકે છે અને એક પ્રાચીન બિમારી ફરી આવવાનો સંકેત આપ્યો છે. તેમણે રશિયા- યુક્રેન યુદ્ધ રોકાવવાની વાત જણાવી છે જે થાક અને સંસાધનોના અભાવે બંધ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે બાબા વેંગા એક પ્રસિદ્ધ બુલ્ગારિયાના ભવિષ્યવક્તા હતી, જેમણે આંખે દેખાતું ન હોવા છતાં અનેક ભવિષ્યવાણીઓ કરી છે. તેમની ઘણી આગાહીઓ રાજકારણ, કુદરતી આફતો અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે સંબંધિત છે. નોસ્ટ્રાડેમસ એક ફ્રાંસીસી ભવિષ્યવક્તા હતા, જેમની ચાર પંક્તિઓવાળી કવિતાઓ આજે પણ ચર્ચિત છે. તે ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવા માટે પણ જાણીતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More