Modern Baba Vanga Claim of Apocalypse: દુનિયાના લગભગ દરેક દેશમાં ધર્મ, પરંપરા અને માન્યતાઓના નામ પર લોકોને ડરાવનારાની કમી નથી. હિન્દુસ્તાન, પાકિસ્તાન, ચીન, આફ્રિકાથી લઈને થાઈલેન્ડ અને કંબોડિયા સુધી તમને ઘણા ભવિષ્યદાતા મળી જશે જે તમારા ફ્યૂચરથી લઈને દુનિયાનું ભવિષ્ય દેખાડવાનો દાવો કરે છે. હવે વાત કંબોડિયામાં એક રાજનેતાથી ધર્મગુરૂ બનેલા ખેમ વેસનાની જેને લોકો કંબોડિયાના બાબા વેંગા માનવાની સાથે તેમની દરેક વાત પર વિશ્વાસ કરે છે. કંબોડિયાના આ બાબા વેંગાના ફોલોઅર્સમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમના ભક્તોનું માનવુ છે કે સાઉથ કોરિયાથી લઈને ઘણા દેશોના લોકો પોતાનું ભાગ્ય જાણવા તેમની પાસે આવે છે.
ખેમ વેસના પ્રમાણે જલદી કયામતનો દિવસ આવવાનો છે. તેમના મતે, એક પૂર આવશે જે દરેક વસ્તુને પોતાનામાં સમાવી લેશે. ખેમ વેસનાએ દાવો કર્યો છે કે માત્ર તે લોકોને બચાવી શકે છે. લોકોની વચ્ચે પોતાના પક્ષમાં માહોલ બનાવવા માટે ખેમ વેસનાના વ્યક્તિએ સોશિયલ મીડિયાનો સહારો લીધો અને પૂરનો ડર દેખાડી ઘણા લોકોને પોતાના ઘરે ભેગા કરી લીધા હતા.
ડેલી સ્ટારમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે ખેમ વેસનાએ પોતાની તાજા ભવિષ્યવાણી ફેસબુક પેજ પર કરી છે. રિપોર્ટ પ્રમાણે તેમનો દાવો છે કે તે રાત્રે સુઈ શકતા નથી કારણ કે તેમના હાડકાંમાં બ્લેક હોલ બની ગયો છે. તે હોલ દરરોજ તેમને પોતાની તરફ ખેંચી રહ્યો છે. દેનાથી સંકેત મળે છે કે કયામતનું પૂર આવવાનું છે અને દુનિયા તેમાં સમાઈ જવાની છે. તેવામાં તમારે બચવુ હોય તો લોકો પોતાના ફાર્મ હાઉસમાં આવીને જીવ બચાવી શકે છે, કારણ કે ત્યાં કોઈ અસર થવાની થી.
કંબોડિયાના આ કથિત બાબા વેંગાના ફેસબુક પર આશરે ચાર લાખ ફોલોઅર્સ છે. કંબોડિયા સિવાય બીજા દેશના લોકો પણ તેમની વાતોમાં આવી રહ્યાં છે, તેવામાં જીવ બચાવવા લોકો તેમના ફાર્મ હાઉસમાં ભેગા થવા લાગ્યા છે. લોકોનું કહેવું છે કે બાબાની ઘણી વાત સાચી સાબિત થઈ ચુકી છે. તેથી તેમના પર વિશ્વાસ કરવામાં આવી રહ્યો છે.
વેસના ખુદને હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે સૃષ્ટિના રચનાકાર એટલે કે પોતાને બ્રહ્માનો અવતાર ગણાવે છે. ચોંકાવનારી વાત છે કે હજારો લોકોનો જમાવડો હજુ તેમના ઘરની આસપાસ છે. એવું લાહે છે કે કેટલાક લોકોએ વેસનાના દાવાને ગંભીરતાથી લીધો છે. સોશિયલ મીડિયા પર વેસનાના ફાર્મ હાઉસની તસવીરો છે, જેમાં ઘણા લોકો જોવા મળી રહ્યાં છે.
નોંધનીય છે કે બલ્ગેરિયાના બાબા વેંગાથી નોસ્ટ્રાડેમસ સુધીના ભવિષ્યવેત્તાઓએ કયામતના દિવસની આગાહી કરી છે. આવી સ્થિતિમાં હવે આધુનિક બાબા વેંગા અને કથિત નોસ્ટ્રાડેમસની યાદી વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે