Baba Vanga Prediction 2025: જુલાઈ 2025..... એક એવો મહિનો, જેની તરફ ઈતિહાસ, ખગોળશાસ્ત્ર અને ભવિષ્યવાણી ત્રણેય એક સાથે ઈશારો કરી રહ્યાં છે. ભવિષ્યવક્તા બાબા વેંગાએ દાયકાઓ પહેલા કહ્યું હતું હવે તેનો ખતરો આપણી માથે મંડરાઈ રહ્યો છે.
જ્યારે શનિ વક્રી થશે, ગુરૂ અસ્ત થઈ જશે અને યુદ્ધના ભણકારા વાગવાનું શરૂ થઈ જશે. ત્યારે શું માનવતા કોઈ મહાવિનાશ તરફ વધી રહી હશે? શું આ તે સમય છે, જેની ચેતવણી શાસ્ત્રો અને સંતોએ પહેલા આપી હતી?
જુલાઈ 2025 માત્ર ભવિષ્યની એક તારીખ નહીં, એક ચેતવણી છે. જ્યારે ગ્રહોની ચાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી અને વૈશ્વિક ઘટનાઓ એક જ દિશામાં સંકેત આપી રહી છે, તો માત્ર આ સંયોગ ન હોઈ શકે. શું આપણે ઈતિહાસનું પુનરાવર્તન જોવા જઈ રહ્યાં છીએ?
કોણ હતા બાબા વેંગા અને કેમ તેની ભવિષ્યવાણી ખાસ માનવામાં આવે છે?
બાબા વાંગા એક અંધ બાલ્કન સંત હતા જેમને દૈવી દ્રષ્ટિ હતી. તેમણે તેમના જીવનકાળમાં 9/11 ના હુમલાથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ સુધીની ઘણી મોટી ઘટનાઓની આગાહી કરી હતી. તેમણે 2025 વિશે ચેતવણી પણ આપી છે.
બાબા વેંગાની 2025ની સહસ્યમયી ભવિષ્યવાણી
2025માં યુરોપ લગભગ સુનસાન થઈ જશે. વિનાશ બાદ જે બચશે, તે આગળ વધશે.
પહેલા તે પ્રતીકાત્મક સમજવામાં આવી, પરંતુ જુલાઈ 2025મા જે રીતે ગ્રહોની ઉગ્ર સ્થિતિ, વૈશ્વિક તણાવ અને યુદ્ધની સંભાવના વધી રહી છે, તે તેને ગંભીર અને સંભવિત રૂપથી સાચી બનાવે છે. બીજીતરફ ગ્રહોની ચાલ અને જ્યોતિષથી જે સંકેત મળી રહ્યાં છે, તેનાથી આ ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી રહી છે.
ગ્રહોની ચાલથી ખતરનાક સંકેત
ગુરૂ અસ્ત (9 જૂન-7 જુલાઈ 2025)
મિથુન રાશિમાં ગુરૂ અસ્ત થવાથી નીતિ, ધર્મ, વિવેક અને નેતૃત્વ ક્ષીણ હોય છે. ગુરૂની અસ્ત અવસ્થામાં સમાજ દિશાહીન હોય છે.
શનિ વક્રી (13 જુલાઈ- 30 નવેમ્બર 2025)
મીન રાશિમાં શનિ વક્રી રહેશે, જે ન્યાય અને શિસ્તને જટિલ બનાવે છે. આ સમયગાળો વ્યવસ્થા, શક્તિ અને ન્યાયમાં અરાજકતા દર્શાવે છે.
ગુરૂ અતિચારી
ગુરૂ મિથુન રાશિમાં અતિચારી ગતિમાં છે. જેનાથી નિર્ણયોમાં ભ્રમ અને નીતિમાં અસ્થિરતા આવે છે. સાથે મંગળની દ્રષ્ટિ પણ મિથુન પર રહેશે જે યુદ્ધનું કારણ બનતી જોવા મળી રહી છે.
શાસ્ત્રોમાં ચેતવણી આપવામાં આવી છે કે જ્યારે ગ્રહો ખરાબ થાય છે, ત્યારે યુદ્ધનો ભય વધે છે.
જ્યોતિષ ગ્રંથોમાં, શનિ અને ગુરુની આક્રમક સ્થિતિ દરમિયાન યુદ્ધ, નીતિઓમાં બગાડ અને સત્તાના સંકટનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
ગુરૂઃ અસ્તે પ્રજાયતે નીતિહાનિઃ સંગ્રામે શસ્ત્રપ્રયોગઃ સ્યાત.
જો ગુરુ અસ્ત થાય છે, તો નીતિ અને નૈતિકતાનો પતન થાય છે, અને યુદ્ધનો ભય પ્રવર્તે છે.
2025 માટે સુસંગતતા: ગુરુ 9 જૂનથી 7 જુલાઈ વચ્ચે અસ્ત રહેશે.
શનિ વક્રે સ્થિતે, યુદ્ધેષુ દારૂણં ફલમ.
શનિના વક્રી થવા પર યુદ્ધના પરિણામ ભયાનક હોય છે. સત્તા અને ન્યાય સંકટમાં ઘેરાય છે.
2025માં 13 જુલાઈથી શનિ વક્રી થઈ મીન રાશિમાં ગોચર કરશે. શનિ-બૃહસ્પતિની ઉગ્ર સ્થિતિથી મહાભારત જેવો સંગ્રામ સંભવ.
જ્યારે બંને મહાગ્રહ એક સાથે ઉગ્ર સ્થિતિમાં હોઈ, એક વક્રી બીજો અસ્ત, ત્યારે યુદ્ધ અને સત્તા પરિવર્તનના સંકેત બળવાન બની જાય છે.
મહાભારત કાળમાં પણ ગુરૂ નિષ્ક્રિય અને શનિ પ્રભાવી સ્થિતિમાં હતા.
વૈશ્વિક ઘટનાઓ આપી રહી છે ચેતવણી
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થયું નથી
ઈરાન-ઇઝરાયલ તણાવ
ચીન-તાઇવાન ગતિરોધ વધ્યો
નાટોની અંદર મતભેદ
ભારત-ચીન LAC ગતિવિધિઓ
આ પરિસ્થિતિમાં શનિ-વક્રી અને ગુરૂ અસ્તનો ખગોળીય સંગમ, એક વૈશ્વિક સંકટનો પૂર્વાભાસ બની રહ્યો છે. જુલાઈ 2025 મંગળની દ્રષ્ટિ ગુરૂ પર આક્રમકતા અને યુદ્ધની આશંકા બનાવી શકે છે.
જુલાઈ 2025: સંભવિત સંકટકાળની તારીખો
તારીખ | ગ્રહ | સંભવિત ઘટના, પ્રભાવ |
9 જૂન 2025 | ગુરૂ અસ્ત | નીતિઓ પ્રભાવિત થવાનો સમય, ધર્મનો ક્ષય |
13 जुलाई 2025 | शनि वक्री | સત્તા અને વ્યવસ્થામાં ગૂંચવણ, અમેરિકા અને યુરોપના દેશોમાં તેની વધુ અસર |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે