Baba Vanga Prediction 2025: મોબાઈલ ફોનના એક નાનકડા ડિવાઈસે આખી દુનિયાને પકડમાં લઈ લીધી છે અને હવે એવું લાગે છે કે જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાની એક વધુ ભવિષ્યવાણી પણ સાચી પડતી જોવા મળી રહી છે. બાબા વેંગાએ વર્ષો પહેલા ચેતવણી આપી હતી કે એક એવું યંત્ર માણસના જીવનનો ભાગ બનશે જે તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર જોખમી અસર પાડશે. આજે મોબાઈલ ફોનની આ લત અને તેના ગંભીર સાઈડ ઈફેક્ટ્સ જોઈને તેમની વાતો ચોંકાવનારી લાગે છે.
સાઈલેન્ટ કિલર બની રહ્યો છે મોબાઈલ ફોન
આજે દરેક ઉંમરના માણસો પછી તે બાળક હોય, યુવા, કે વૃદ્ધ... મોબાઈલ ફોનના આદી બની ચૂક્યા છે. એક રિસર્ચ મુજબ લોકો સરેરાશ દિવસમાં 4થી 7 કલાક મોબાઈલ સ્ક્રીન પર વિતાવે છે. વધુ પડતો સ્ક્રીન ટાઈમ આંખોને નુકસાન પહોંચાડે છે તથા તેનાથી ઊંઘ, માનસિક સ્વાસ્થ્ય, અને સામાજિક વ્યવહાર ઉપર પણ નકારાત્મક અસર થઈ રહી છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ ભવિષ્યમાં એક નાનકડું યંત્ર હશે જે માણસોને માનસિક રીતે બીમાર બનાવશે. હાલના સમયમાં મોબાઈલ ફોન અંગે આ ચેતવણી હકીકતમાં ફેરવાતી હોય તેવું જણાય છે.
મોબાઈલ ફોનથી સંભવિત નુકસાન
- ઊંઘની કમી
- ડિજિટલ ડિપ્રેશન અને એન્ગ્ઝાઈટી
- બાળકોનો ગ્રોથ અને સોશિયલ સ્કીલ પર અસર
- આંખોમાં નબળાઈ
- ઈલેક્ટ્રોનિક રેડિએશનથી બ્રેઈન હેલ્થને જોખમ
બાળકો અને યુવાઓ પર સૌથી વધુ અસર
મોબાઈલ ફોનની સૌથી વધુ અસર બાળકો અને કિશોરો પર પડી રહી છે. કલાકો સુધી સ્ક્રીન સાથે ચીપકી રહેવાના કારણે તેમના માનસિક વિકાસમાં અવરોધ ઊભો થાય છે અને વ્યવહારમાં પણ ચિડિયાપણું પેદા થાય છે. અનેક એક્સપર્ટ્સ તેને 'ડિજિટલ ડ્રગ' સુદ્ધા પણ કહેવા લાગ્યા છે.
કેવી રીતે બચવું
- સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો
- સૂતા પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરો
- પરિવાર અને આઉટડોર ટાઈમ વધારો
- બ્લ્યૂ લાઈટ ફિલ્ટરનો ઉપયોગ કરો
- બાળકોના મોબાઈલ યૂઝ પર નિગરાણી રાખો
કોણ હતા બાબા વેંગા
બાબા વેંગાને દુનિયા એક એવા મહિલા તરીકે ઓળખે છે જેમની ભવિષ્યવાણીઓમાંથી ઘણી સાચી પડી છે. તેઓ બલ્ગેરિયાના હતા અને તેમનું અસલ નામ વેંગેલિયા પાંડેવા ગુષ્ટેરોવા હતું. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. એક અકસ્માતમં તેમણે આંખોની રોશની ગુમાવી હતી પરંતુ કહેવાય છે કે ત્યારબાદ તેમનામાં ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ જાગૃત થઈ હતી. 12 વર્ષના હતા ત્યારે એક ભયંકર તોફાનના કારણે તેમની આંખોની રોશની ગઈ હતી.
કઈ કઈ ભવિષ્યવાણીઓ સાચી પડી
બાબા વેંગાએ દ્વિતિય વિશ્વ યુદ્ધ, સોવિયેત સંઘના ભાગલા, અમેરિકામાં 9/11 આતંકી હુમલો, બરાક ઓબામાના રાષ્ટ્રપતિ બનવા જેવી ઘટનાઓની સટિક ભવિષ્યવાણી કરી હતી. આ કારણે લોકો તેમને 'બાલ્કન નાસ્ત્રેદમસ' તરીકે પણ ઓળખે છે.
2025 વિશે શું કહ્યું હતું બાબા વેંગાએ
બાબા વેંગાએ વર્ષ 2025 અંગે એક ડરામણી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષ દુનિયા માટે ખરાબ સમયની શરૂઆત સાબિત થશે. તેમના જણાવ્યાં મુજબ આ વર્ષથી માનવતાએ એવા સંકટોનો સામનો કરવો પડશે જે સભ્યતાને હચમચાવી નાખશે. આ સાથે જ તેમણે યુરોપમાં ભીષણ સંઘર્ષની આશંકા પણ જતાવી હતી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે