Baba Vanga Predictions 2024: બલ્ગેરિયાના નેત્રહીન રહસ્યમય ભવિષ્યવક્તા બાબા વેંગા ભવિષ્યવાણીના ક્ષેત્રમાં ખૂબ જ રસપ્રદ અને રહસ્યમય વ્યક્તિત્વ માનવામાં આવે છે. પોતાની ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત બાબા વેંગાએ ઘણી વખત લોકોને ચોંકાવી દીધા છે. તેમણે ઘણીવાર નોસ્ટ્રાડેમસ જેવા જ ગણવામાં આવે છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વ્યાપકરૂપથી અહેવાલોમાં આવી, જ્યારે તેમના અદ્ભુત દ્રષ્ટિકોણે તેમને અલગ ઓળખ અપાવી. 9/11ના આતંકવાદી હુમલો અને 2001માં કુસ્ક સબમરીન દુર્ઘટના જેવી તેમણે કરેલી ઘણી આગાહીઓ સમય જતાં સાચી સાબિત થઈ. 1996 માં બાબા વેંગાનું અવસાન થયું હોવા છતાં તેમની આગાહીઓ હજી પણ ચર્ચા અને જિજ્ઞાસાનો વિષય બનેલી છે.
વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ
બાબા વેંગાની આગાહી પ્રમાણે વર્ષ 2025માં સીરિયાનું પતન વૈશ્વિક સ્તરે સંઘર્ષનું કારણ બનશે. તેમણે કહ્યું હતું કે સીરિયાના પતન પછી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વૈશ્વિક યુદ્ધ શરુ થશે, જે ત્રીજા વિશ્વ યુદ્ધ તરીકે ઓળખાશે. બાબા વેંગા પ્રમાણે યુરોપમાં યુદ્ધને કારણે માનવજાતના વિનાશની શરુઆત થશે.
2024 માટે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ...
2024 માટે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ આ વખતે પણ ડરામણી અને આશ્ચર્યજનક રહી હતી. તેમણે વૈશ્વિક આર્થિક કટોકટી, જલવાયું સંકટ અને તબીબી ક્ષેત્રમાં કેટલીક મહત્વપૂર્ણ પ્રગતિની આગાહી કરી હતી. આવો જાણીએ આમાંથી કઈ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.
જલવાયુ સંકટ
આબોહવા સંકટ વધુ વિકટ બનશે તેવી બાબા વેંગાની આગાહી પણ સાચી સાબિત થઈ રહી છે. એવા સંકેતો મળી રહ્યા છે કે 2024માં વૈશ્વિક તાપમાનનો રેકોર્ડ તૂટી જશે. કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના ડેપ્યુટી ડાયરેક્ટર સમન્થા બર્ગેસે પુષ્ટિ કરી કે 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું, આ વર્ષે તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોઈ શકે છે. આ વૈશ્વિક તાપમાનના રેકોર્ડ માટે એક નવો સીમાચિહ્ન સ્થાપિત કરી શકે છે.
તબીબી ક્ષેત્રે ચમત્કાર
મેડિકલ ક્ષેત્રે બાબા વેંગાની વધુ એક સકારાત્મક ભવિષ્યવાણી 2024માં સાચી પડી છે. આ વર્ષે સર્વાઈકલ કેન્સરની સારવારમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. INTERLACE ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે જો દર્દીઓને સામાન્ય સારવાર શરૂ કરતા પહેલા કીમોથેરાપીનો ટૂંકો કોર્સ આપવામાં આવે તો મૃત્યુનું જોખમ 40 ટકા ઓછું થઈ જાય છે. તે સારવાર પછી કેન્સરના પુનરાવૃત્તિ અને વધવાનું જોખમ પણ 35 ટકા ઘટાડે છે.
વૈશ્વિક આર્થિક કટોકટી
બાબા વેંગાએ 2024 માં વૈશ્વિક આર્થિક સંકટની આગાહી કરી હતી, જેણે રાજકીય તણાવ, બદલાતી આર્થિક શક્તિઓ અને વધતા દેવાના કારણે થયું હતું. અમેરિકામાં મંદીનો ભય પણ વધી રહ્યો છે. અમેરિકામાં હજુ સુધી મંદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં ઘણા અર્થશાસ્ત્રીઓ ઊંચો ફુગાવા, છંટણી અને વધતા વ્યાજ દરોને કારણે તેને એક શક્યતા તરીકે માની રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે