ઇસ્લામાબાદ: આર્થિક સંકટ સામે લડી રહેલું પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો છે. પાકિસ્તાનના કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાનું અનુમાન હતું. આ કામ માટે પાકિસ્તાને મોટા પાયે ખોદકામ શરૂ કર્યું હતું, પરંતુ જે પણ કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. પાકિસ્તાની મીડિયાના અહેવાલથી મળતા સમાચાર છે કે, નાદારીની ધાર પર ઊભેલા દેશે આ કામમાં કરોડો રૂપિયા બગાડ્યા પછી તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
વધુમાં વાંચો:- ટ્રમ્પે ઇરાનને આપી ચેતવણી, કહ્યું- અમારી સાથે યુદ્ધ કરવું ભારે પડશે
વડાપ્રધાન ઇમરાન ખાને આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, દેશના કરાચી કોસ્ટ નજીક દરિયાઇ વિસ્તારમાં ક્રુડ ઓઈલનો વિશાળ સ્રોત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘ઇન્સા અલ્લાહ આ સ્રોત એટલા મોટા પ્રમાણમાં નીકળશે કે હવે આપણે ક્રુડ ઓઈલને બહારથી ખરીદવું નહી પડે.’ પરંતુ હવે અંગ્રેજી સમાચાર ‘ડોન’ની એક રિપોર્ટમાં પેટ્રોલિયમ મામલા પર વડાપ્રધાનના વિશેષ સહાયક નદીમ બાબરના વક્તવ્યના હવાલા આપતા કહેવામાં આવ્યું છે કે, કેકરા -1 ક્રુડ ઓઈલ સંશોધન ક્ષેત્રમાં ખોદકામ કર્યા બાદ કોઈ ઇચ્છિત સફળતા મળી નથી.
વધુમાં વાંચો:- વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર, જાણો શું છે ફાયદા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ક્ષેત્રમાં ક્રુડ ઓઈલ સંશોધન કૂવાનું ઑપરેટિંગ કરનાર કંપનીએ કામ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટના અનુસાર 17 વખત પ્રયત્ન કર્યા છતાં સફળતા મળી નથી. આ યોજનામાં લગભગ 10 કરોડ ડોલર (ભારતીય રૂપિયાના હિસાબથી 700 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો:- ફૂટબોલ સાથે આ બાળકીના પરાક્રમ જોઇ થઇ જશો દંગ, વાયરલ થયો વીડિયો
કેકરા-1 માં ખોદકામ ચાર મહિલના પહેલા ઇટાલિયન કંપની ઈએનઆઇએ શરૂ કહ્યું હતું. તેમાં અમેરિકાની એક્સાનમોબિલ, પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ અને ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લી. (ઓજીડીસીએલ)ની પણ ભાગીદારી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ક્રુડ ઓઈલ-ગેસનો પહેલો કુવો 1936માં અમેરિકાની એક કંપનીએ ખોદ્યો હતો જે શુષ્ક નીકળ્યો હતો. હાલમાં નિષ્ફળતા પહેલા 2005માં નેધરલેન્ડની શેલ કંપનીએ પ્રયાસ કર્યો જેમાં પણ કંઇ નીકળ્યું ન હતું.
(ઇનપુટ: એજન્સી ભાષા)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે