Bageshwar Dham Video Viral : બાગેશ્વર ધામ સરકારે પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્રી હાલમાં ખૂબ ચર્ચામાં છે. અત્યારે તે દુબઇ ગયા હતા. ત્યાં પણ ઘણા વીડિયો ખૂબ વાયરલ થયા. દુબઇમાં લાગેલા દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના લગ્ન અને બર્થડેને લઇને મોટી વાત કહી દીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. દુબઇમાં લાગેલા દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્ન અને બર્થડેને લઇને ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે લોકો વ્યૂજ વધારવા માટે દરરોજ અમારા લગ્ન કરાવે છે, દરરોજ હેપ્પી બર્થડે કરાવે છે, દરરોજ કંઇક યૂટ્યૂબ પર અપલોડ કરે છે. પરંતુ આ વાતોથી કંફ્યૂજ થશો નહી.
એક છોકરી ફીક્સ રહે તો બરોબર...
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જે પણ જાણકારી બાગેશ્વર ધામના યૂટ્યૂબ ચેનલ પર આવે છે. તે સત્ય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યું કે મોટી અદભૂત વાત છે કે દરરોજ અમારા લગ્ન લગ્ન માટે છોકરીઓ બદલી નાખે છે. તેમણે હસીને કહ્યું, ભાઇ એક ફીક્સ રહે તો ઠીક છે, કમ સે કમ અમે તો ખુશ થઇ જઇએ. પરંતુ આવી જાણકારીઓ યૂટ્યૂબ પર ચલાવીને વ્યૂ લેવાના ચક્કરમાં રહે છે. જોકે અમને તેનાથી કોઇ સમસ્યા નથી, તે પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂર છે, જેથી કોઇ અસુવિધા ન થાય, ભ્રામક જાણકારી ન મળે.
અફવા પર ધ્યાન ન આપો
તેમણે આગળ કહ્યું કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન અને જન્મદિવસ વિશે ચાલી રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરો. તેમણે દરબારમાં આવેલા લોકોને કહ્યું કે જો તમને આવી માહિતી મળે તો બિલકુલ વિશ્વાસ ન કરો. તમે તેમને બાગેશ્વર ધામના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકો છો, જો તે વસ્તુ તેમના પર હાજર ન હોય તો તે સંપૂર્ણપણે ખોટી છે. કારણ કે ઓફિશિયલ પેજ પર મહત્વપૂર્ણ અને ક્ષણ-ક્ષણની માહિતી અપડેટ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે