Home> World
Advertisement
Prev
Next

Bahrain: આ એક મુસ્લિમ દેશ છે....એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બુરખો પહેરેલી એક મહિલા હિન્દુઓના આરાધ્ય ગણપતિ ભગવાનની મૂર્તિ તોડતી જોવા મળી રહી છે. આ વીડિયોની સમગ્ર કહાની સામે આવી ગઈ છે. આરોપી મહિલા વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. 

Bahrain: આ એક મુસ્લિમ દેશ છે....એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી

મનામા: સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બુરખો પહેરેલી એક મહિલા હિન્દુઓના આરાધ્ય ગણપતિ ભગવાનની મૂર્તિ તોડતી જોવા મળી રહી છે. આ વીડિયોની સમગ્ર કહાની સામે આવી ગઈ છે. આરોપી મહિલા વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. 

fallbacks

BJP નેતાઓની 'હેટ સ્પીચ' ઈગ્નોર કરવાના આરોપો પર Facebook એ આપી પ્રતિક્રિયા

આ વીડિયો બેહરીન (bahrain) ની રાજધાની મનામાનો છે. પોલીસના જણાવ્યાં મુજબ અહીંના એક ઝફર વિસ્તારમાં આવેલી દુકાનમાં 54 વર્ષની મહિલાએ જાણી જોઈને હિન્દુ દેવતા ગણેશની પ્રતિમાઓને નુકસાન પહોંચાડ્યું. મહિલા વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ થયો છે. આંતરિક મામલાઓના મંત્રાલયના જણાવ્યાં મુજબ સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસને જાણ કરાઈ હતી. 

Gold: સોનાના જૂના દાગીના વેચવા જશો તો તમને લાગશે મોટો ઝટકો! જાણો કઈ રીતે 

પબ્લિક પ્રોસિક્યુશન દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે મહિલાએ મૂર્તિઓને તોડવાની વાત સ્વીકારી છે અને તેના વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા ઉપરાંત અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. જલદી તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બુરખો પહેરેલી બે મહિલાઓ દુકાનમાં પહોંચે છે અને ભગવાન ગણેશની મૂર્તિઓ જોઈને ત્યાં થોભી જાય છે. ત્યારબાદ એક મહિલા મૂર્તિઓને ઉઠાવીને જમીન પર ફેંકવાનું શરૂ કરી દે છે. તે કહે છે કે આ એક મુસ્લિમ દેશ છે, અમે જોઈએ છીએ કે કોણ આ મૂર્તિઓની પૂજા કરે છે? બોલાવો પોલીસ. વીડિયો સામે આવ્યાં બાદથી સોશિયલ મીડિયા પર આરોપી મહિલાની ધરપકડની માગણી થઈ રહી હતી. 

Big News! ભારત-ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે કરી શકે છે સંયુક્ત સૈન્ય અભ્યાસ 

આ બાજુ બેહરીનના રાજાના સલાહકાર ખાલિદ અલ ખલીફાએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે મહિલાએ જે કઈ કર્યું તે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે ધાર્મિક પ્રતિકોને તોડવા એ બેહરીનના સ્વભાવમાં નથી. આ એક અપરાધ છે. અહીં બધા ધર્મના,સંપ્રદાયના લોકો રહે છે અને તેમની આસ્થાઓનું સન્માન થવું જોઈએ. નોંધનીય છે કે બેહરીનમાં હજારોની સંખ્યામાં ભારતીય કામદારો રહે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More