Home> World
Advertisement
Prev
Next

બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવશે 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર, સરકારે કરી જાહેરાત

સંસ્કૃતિ મંત્રાલયના નિવેદન અનુસાર, આ પુરસ્કારને બાંગ્લાદેશના પૂર્વ નેતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એક જૂરી સમિતિ દ્વારા આ મહિનાની શરૂઆતમાં આપવા માટે પસંદગી કરી હતી. આ પુરસ્કાર પટ્ટિકા સિવાય 1 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર પ્રદાન કરે છે. 
 
બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવશે 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર, સરકારે કરી જાહેરાત

નવી દિલ્હીઃ સંસ્કૃતિ મંત્રાલયે 2019 અને 2020ના આંતરરાષ્ટ્રીય ગાંધી પુરસ્કાર (Gandi peace prizes) ની જાહેરાત કરી છે. તે પ્રમાણે વર્ષ 2019 માટે ઓમાનના (સ્વર્ગીય) સુલ્તાન કબૂસ બિન સૈદ અલ સૈદનું ગાંધી પુરસ્કારથી સન્માન કરવામાં આવશે. વર્ષ 2020 માટે બંગબંધુ શેખ મુજીબુર રહમાનને ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. બંગબંધુ શેખને બાંગ્લાદેશના જનક માનવામાં આવે છે. ગાંધી શાંતિ પુરસ્કાર, ભારત સરકાર દ્વારા 1995થી મહાત્મા ગાંધીની 125મી જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં અપાતો વાર્ષિક પુરસ્કાર છે. 

fallbacks

સંસ્કૃતિ મંત્રાલયના નિવેદન અનુસાર, આ પુરસ્કારને બાંગ્લાદેશના પૂર્વ નેતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એક જૂરી સમિતિ દ્વારા આ મહિનાની શરૂઆતમાં આપવા માટે પસંદગી કરી હતી. આ પુરસ્કાર પટ્ટિકા સિવાય 1 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર પ્રદાન કરે છે. 

આ પુરસ્કાર વ્યક્તિઓ અને સંસ્થાઓને અહિંસા અને અન્ય ગાંધીવાદી રીતોના માધ્યમથી સામાજીક, આર્થિક અને રાજકીય પરિવર્તન માટે તેમના યોગદાન બદલ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દી સમારોહમાં સામેલ થવા માટે 26 માર્ચે ઢાકા જવાના છે. રહમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને બાદમાં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. 15 ઓગસ્ટ, 1975ના તેમની હત્યા કરી દેવામાં આવી હતી. રહમાન બાંગ્લાદેશના 'રાષ્ટ્રપિતા' કે 'મુઝીબ'ના રૂપમાં જાણીતા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More