Home> World
Advertisement
Prev
Next

બાંગ્લાદેશના પહેલા હિન્દુ ચીફ જસ્ટિસ Surendra Kumar Sinha ને 11 વર્ષની સજા, જાણો શું છે મામલો

બાંગ્લાદેશની એક કોર્ટે મની લોન્ડરિંગ અને વિશ્વાસ ભંગના કેસમાં દેશના પૂર્વ ચીફ જસ્ટિસ સુરેન્દ્રકુમાર સિન્હાને તેમની ગેરહાજરીમાં 11 વર્ષ જેલવાસની સજા સંભળાવી છે.

બાંગ્લાદેશના પહેલા હિન્દુ ચીફ જસ્ટિસ Surendra Kumar Sinha ને 11 વર્ષની સજા, જાણો શું છે મામલો

ઢાકા: બાંગ્લાદેશની એક કોર્ટે મની લોન્ડરિંગ અને વિશ્વાસ ભંગના કેસમાં દેશના પૂર્વ ચીફ જસ્ટિસ સુરેન્દ્રકુમાર સિન્હાને તેમની ગેરહાજરીમાં 11 વર્ષ જેલવાસની સજા સંભળાવી છે. સુરેન્દ્રકુમાર સિન્હા દેશમાં લઘુમતી હિન્દુ સમુદાયથી પહેલા ચીફ જસ્ટિસ બન્યા હતા. 

fallbacks

અમેરિકામાં રહે છે જસ્ટિસ સિન્હા
ઢાકાના સ્પેશિયલ મેજિસ્ટ્રેટ શેખ નજમુલ આલમે પૂર્વ ચીફ જસ્ટિસને મની લોન્ડરિંગના ગુનામાં 7 વર્ષ અને વિશ્વાસ ભંગના ગુનામાં 4 વર્ષની જેલની સજા સંભળાવી. બંને સજાઓ સાથે સાથે ચાલશે. સુરેન્દ્રકુમાર સિન્હા (70) (Justice Surendra Kumar Sinha) હાલ અમેરિકામાં રહે છે. 

મનીલોન્ડરિંગ કેસમાં સજા થઈ
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, જસ્ટિસ સિન્હા મની લોન્ડરિંગથી લાભ મેળવનારાઓમાં સમાન રીતે સામેલ છે. જસ્ટિસ સિન્હાએ ફાર્મર્સ બેંક, જેને હવે પદ્મ બેંક કહે છે, ત્યાંથી 4 લાખ 70 હજાર અમેરિકી ડોલરની લોન લીધી. ત્યારબાદ તેને પે ઓર્ડર દ્વારા સિન્હાના અંગત ખાતામાં નાખવામાં આવ્યા. આરોપ છે કે જસ્ટિસ સિન્હાએ કેશ, ચેક અને પે ઓર્ડર દ્વારા આ રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધી. આવું કરવું બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર રોકથામ અધિનિયમ અને ધનશોધન રોકથામ અધિનિયમ હેઠળ દંડનીય ગુનો છે. 

સેક્સપાર્ટીની શોખીન છે આ યુવતી!, 500થી વધુ પુરુષો સાથે બનાવ્યા સંબંધ, એક રેકોર્ડ તો એવો બનાવ્યો....

કોર્ટે આ મામલે દસ અન્યમાંથી મોહમ્મદ શાહજાહ અને નિરંજન ચંદ્ર સાહાને છોડી મૂક્યા. કોર્ટે કહ્યું કે તેમના વિરુદ્ધ આરોપ સાબિત થયા નથી. 7 અન્ય આરોપીઓને અલગ અલગ સજા સંભળાવવામાં આવી અને દંડ ફટકાર્યો. 

4 વર્ષ પહેલા આપ્યું હતું રાજીનામું
જસ્ટિસ સિન્હા જાન્યુઆરી 2015થી નવેમ્બર 2017 સુધી દેશના 21માં ચીફ જસ્ટિસ હતા. સરકારે તેમના પર ભ્રષ્ટાચારમાં સામેલ રહેવાનો આરોપ  લગાવ્યો હતો. જસ્ટિસ સિન્હાએ 4 વર્ષ પહેલા પોતાની વિદેશ યાત્રા દરમિયાન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને રાજીનામું આપવા માટે બળજબરી કરાઈ કારણ કે તેમણે બાંગ્લાદેશના હાલના 'અલોકતાંત્રિક' અને 'નિરંકુશ' શાસનનો વિરોધ કર્યો. 

PHOTOS: પત્નીએ પતિને 'કૂતરો' બનાવી ગળામાં ચેન બાંધી આખા શહેરમાં ફેરવ્યો, કારણ જાણી માથું ભમી જશે

ધમકી દ્વારા રાજીનામું
પોતાની આત્મકથા 'એ બ્રોકન ડ્રીમ, રૂલ ઓફ લો, હ્યુમન રાઈટ્સ એન્ડ ડેમોક્રેસી'માં જસ્ટિસ સિન્હાએ કહ્યું કે 2017માં ધૌંસ અને ધમકી દ્વારા તેમને રાજીનામું આપવા માટે મજબૂર કરાયા. પ્રધાનમંત્રી શેખ હસીનાએ કેટલાક બિનસરકારી અખબારો પર તેમનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. પુસ્તક વિમોચન બાદ સિન્હાએ ભારતને બાંગ્લાદેશમાં કાયદાના શાસન અને લોકતંત્રનું સમર્થન કરવાની અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More