Home> World
Advertisement
Prev
Next

બાંગ્લાદેશ: પૂર્વ PM ખાલિદા ઝીયાના વકીલનુ જૂનિયર વકીલની પત્ની સાથે અફેર

ભ્રષ્ટાચાર મામલે જેલમાં બંધ બાંગ્લાદેશ (Bangladesh) માં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયા ( Khaleda Zia) ના વકીલ કેસર કમાલને તેમના કાનૂની  ફર્મમાં એક જૂનિયર વકીલની પત્ની સાથે કથિત લગ્નેતર  સંબંધના આરોપમાં ધરપકડ કરાયા છે. એક મીડિયા રિપોર્ટમાં ગુરુવારે તેને સત્તાવાર સમર્થન મળ્યું છે. બીડી ન્યૂઝ 24ના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે કમાલને બુધવારે ધરપકડ કરાયો હતો. 

બાંગ્લાદેશ: પૂર્વ PM ખાલિદા ઝીયાના વકીલનુ જૂનિયર વકીલની પત્ની સાથે અફેર

ઢાકા: ભ્રષ્ટાચાર મામલે જેલમાં બંધ બાંગ્લાદેશ (Bangladesh) માં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયા ( Khaleda Zia) ના વકીલ કેસર કમાલને તેમના કાનૂની  ફર્મમાં એક જૂનિયર વકીલની પત્ની સાથે કથિત લગ્નેતર  સંબંધના આરોપમાં ધરપકડ કરાયા છે. એક મીડિયા રિપોર્ટમાં ગુરુવારે તેને સત્તાવાર સમર્થન મળ્યું છે. બીડી ન્યૂઝ 24ના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે કમાલને બુધવારે ધરપકડ કરાયો હતો. 

fallbacks

કલાબગન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસદુજ્જમાના જણાવ્યાં મુજબ વકીલ અતીકુર્રેહમાને બુધવારે એક મામલો નોંધાવ્યો હતો જેમાં તેમણે પોતાની પત્ની પર દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પત્નીની કમાલની કારમાં બેસતા જોઈ હતી. 

જુઓ LIVE TV

અસદુજ્જમાએ  કહ્યું  કે અતીરુર્રેહમાન તથા કેસર સાથે જબરદસ્ત દલીલો થઈ અને ત્યારબાદ આસપાસ ભીડ ભેગી થઈ ગઈ હતી. પછી પોલીસ પહોંચી અને કેસરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 

અતીકુર્રેહમાને ફરિયાદમાં કહ્યું કે ફેબ્રુઆરી 2018થી કમાલનો તેની પત્ની સાથે લગ્નેત્તર સંબંધ ચાલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More