ઢાકાઃ બાંગ્લાદેશમાં રહેતા અબુલ બજંદરને એક વિચિત્ર પ્રકારની આનુવાંશિક બિમારી થયેલી છે. આ બિમારી સમગ્ર વિશ્વમાં જ્વલ્લે જ જોવા મળે છે. 'ટ્રી મેન સિન્ડ્રોમ'ની પીડાતા આ વ્યક્તિને ફરીથી ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના ઉપર ફરીથી સર્જરી હાથ ધરવામાં આવશે. અબુલની તબિયત વધુ ખરાબ થતાં તેને દાખલ કરવો પડ્યો છે.
બાંગ્લાદેશના અબુલને થયેલી આ આનુવાંશિક બિમારીનું નામ 'એપીડરમોડિપ્લાસિયા વેરુસિફોર્મિસ' (epidermodysplasia verruciformis) કહે છે. તેના ઉપર વર્ષ 2016માં પણ અનેક સર્જરી હાથ ધરવામાં આવી હતી.
152 વર્ષ જૂની પરંપરામાં મોદી સરકાર કરી શકે છે ધરખમ ફેરફાર, બદલાશે નાણાકીય વર્ષ!
તેનો ઈલાજ કરતા ડોક્ટરોએ જણાવ્યું કે, અબુલ બજંદર અત્યંત વિચિત્ર પ્રકારની અને સમગ્ર વિશ્વમાં જ્વલ્લે જ જોવા મળતી આનુવાંશિક બિમારીથી પીડિત છે. હાલમાં તેના હાથ અને પગમાં મસા નિકળી આવે છે. આ મસા ઝાડની જેમ વિકસે છે અને તેનું વજન 4 કિલોથી પણ વધુનું થઈ જાય છે. આ કારણે જ તેને 'ટ્રી મેન' (ઝાડવાળો માણસ) તરીકે ડોક્ટરો ઓળખે છે.
ICC Awards : કોહલી બન્યો દુનિયાનો 'સૌથી વિરાટ ખેલાડી' અને કેપ્ટન
તેનો ઈલાજ કરતા ડો. સામંતા લાલ સેને જણાવ્યું કે, અબુલ બજંદરને હોસ્પિટલના 'દાઝી ગયેલા' વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરે તેની આ બિમારી થવા પાછળના કારણ અંગે જણાવ્યું કે, "વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિની ઉણપને કારણે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. તેના કારણે વ્યક્તિને 'હ્યુમન પેપિલોમા વાયરસ' (HPV)નો ચેપ લાગી જાય છે, જે એક ગંભીર પ્રકારનો ચેપ ધારણ કરે છે. જેમાં ત્વચામાં ઉઝરડા પડવા લાગે છે અને ત્વચાનું મેલેનોમા કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારનો કદાચ એક કે બે જ કેસ નોંધાયો હશે."
ડોક્ટર સેને જણાવ્યું કે, તેનો ઈલાજ કરવા માટે મેડિકલ બોર્ડ દ્વારા 9 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે. જે બે વર્ષ અગાઉ તેનો જે રીતે ઈલાજ કરાયો હતો તે પદ્ધતિ પ્રમાણે જ ફરીથી ઈલાજ શરૂ કરશે.
અમૂલે લોન્ચ કર્યું કેમલ મિલ્ક, ડાયાબીટીસના દર્દીઓ માટે રહેશે ફાયદાકારક
28 વર્ષનો અબુલ બજંદર દક્ષિણ બાંગ્લાદેશના એક નાનકડા ગામડાનો રહેવાસી છે. ત્રણ વર્ષ અગાઉ જ્યારે તે વિવિધ સર્જરીમાંથી પસાર થયો ત્યારે સમાચારોમાં ચમક્યો હતો. તેના હાથ અને પગમાં જે પ્રકારને ઝાડની ડાળીઓની જેમ ત્વચા વિકસી હતી તેના કારણે તે મેડિકલ ક્ષેત્રમાં પણ ચર્ચાસ્પદ કેસ બની ગયો હતો. આ બિમારીને કારણે બજંદર પોતાનું કોઈ પણ કામ જાતે કરી શક્તો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે