Viral Video: શું તમે ક્યારેય કોઈ ઓર્કેસ્ટ્રા કે કોઈ કલ્ચરલ ઈવેન્ટમાં લોકોને લાઈવ પરફોર્મન્સ આપતા જોયા છે? જેમાં ડાન્સ કરનારી યુવતીઓ કે યુવકો પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાની કોશિશ કરતા હોય છે. જેનાથી ત્યાં હાજર દર્શકોને ફૂટ એન્ટરટેઈન કરી શકાય. જો કે આ દરમિયાન વધુ સારું કરવાની કોશિશમાં કઈક એવું થઈ જાય છે કે જેનાથી સ્ટેજ પર ડાન્સ કરતા કલાકારોએ શરમ અનુભવી પડે છે.
દર્શકો એન્જોય કરતા રહ્યા ડાન્સ
આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલી સુંદર યુવતીઓ સાથે કઈક એવું થાય છે કે જેને જોઈને દર્શકોને હોશ ઉડી જાય છે. અફરાતફરી મચી જાય છે. જેમાં ભાગદોડ પણ મચે છે. આ વાયરલ વીડિયો અત્યંત ચોંકાવનારો છે.
Viral News: મરણપથારીએ પડેલી પત્નીએ વ્યક્ત કરી એવી 'અંતિમ ઈચ્છા'...પતિના હોશ ઉડી ગયા, હચમચી ગયો
વીડિયો કોઈ થિયેટરનો રેકોર્ડ હોવાનું જણાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હોલ દર્શકોથી ખીચોખીચ ભરેલો છે. દર્શકો સામે એક મોટું સ્ટેજ તૈયાર છે. સ્ટેજ પર કેટલીક ખુબસુરત યુવતીઓ ઊભી છે. જે ગણતરીની પળોમાં ડાન્સ કરવાની છે. જેવું મ્યૂઝિક સ્ટાર્ટ થાય છે કે યુવતીઓ ડાન્સ કરવાનુ શરૂ કરી દે છે. જુઓ વીડિયો...
જોત જોતામાં તો સ્ટેજ તૂટી જાય છે
વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોલમાં હાજર દર્શકો યુવતીઓનો ડાન્સ એન્જોય કરી રહ્યા છે અને અચાનક કઈક એવું ઘટે છે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. યુવતીઓ ડાન્સ કરતી હોય છે અને અચાનક સ્ટેજ ધડામ દઈને તૂટી પડે છે. જેના કારણે ડાન્સ કરનારી યુવતીઓ પણ સ્ટેજ પરથી નીચે પડે છે. જેવી યુવતીઓ સ્ટેજ પરથી નીચે પડે છે કે ત્યાં ભાગદોડ મચી જાય છે. કેટલાક લોકો યુવતીઓને બચાવવા માટે દોડે છે. જ્યારે કેટલાક લોકો પોતે ઉઠીને ભાગવા માડે છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે