વોશિંગટનઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ બનશે જો બાઈડેન. અને કમલા હેરિસ બનશે અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તો નક્કી થઈ ગયા. પરંતુ હવે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય છે જો બાઈડેનની ટીમ. ત્યારે આ ટીમમાં કોણ હશે?. શું ભારતીય-અમેરિકનનો તેમાં સમાવેશ કરવામાં આવશે?. તો આ સવાલનો જવાબ અમે તમારા માટે લાવ્યા છીએ. કેમ કે જો બાઈડેનની આ ટીમમાં ભારતવંશીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેવાની છે. તેમાં કોણ હશે તેની વાત કરીએ તો.
નામ - ડૉ.વિવેક મૂર્તિ.
ડૉ.વિવેક મૂર્તિને કોરોના મહામારીની ટાસ્ક ફોર્સની જવાબદારી મળી શકે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં વિવેક અમેરિકાના સર્જન જનરલ હતા.
જે રીતે સ્વાસ્થ્ય મુદ્દે બાઈડેન ડૉ.મૂર્તિ સાથે વાત કરે છે. એજ રીતે અર્થતંત્ર મામલે પણ એક અન્ય ભારતીય પાસેથી અપેક્ષા રાખે છે. અને તે નામ છે રાજ ચેટ્ટી.
રાજ ચેટ્ટી આર્થિક મુદ્દા પર બાઈડેનને સલાહ આપનારી ટીમના સભ્ય છે.
રાજ ચેટ્ટીને બાઈડેનની ટીમમાં મોટી ભૂમિકા મળી શકે છે.
સ્વાસ્થ્ય, અર્થતંત્ર બાદ બાઈડેનને પોલિટિકલ કેમ્પેનરની જરૂર માટે કોઈની જરૂર પડે તો તે નામ છે. અમિત જાની.. રસપ્રદ વાત એ છે કે અમિત જાનીના પિતા મૂળ ગુજરાતના મહેસાણાના રહેવાસી છે.
અમિત જાની બાઈડેનની ટીમમાં પોલિટિકલ કેમ્પેનર હતા.
સાઉથ એશિયન કમ્યૂનિટીના લોકોને પોતાના પક્ષમાં નિષ્ણાત છે.
અમેરિકામાં મતનું ધ્રુવીકરણ કરાવવામાં માહેર છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થક છે.
ચૂંટણી હોય ત્યારે તેમાં ડિબેટ અને ચર્ચા જરૂરી હોય છે... ત્યારે ટ્રંપ સામે જીત અપાવવા માટે બાઈડેનને સારી અને અસરદાર સ્ક્રિપ્ટ તૈયાર કરીને મહત્વનો રોલ ભજવ્યો ભારતીય-અમેરિકન વિનય રેડડીએ...
વિનય રેડ્ડી જો બાઈડેન માટે ભાષણ તૈયાર કરે છે.
જેના કારણે તે બાઈડેનની ખૂબ જ નજીક છે.
તેમને બાઈડેનની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
જો બાઈડેનની ટીમમાં આ નામ ન હોય તો જ નવાઈ. કેમ કે આ વ્યક્તિએ પણ બાઈડેનની જીતમાં ફાળો આપ્યો છે. અને તે નામ છે સંજીવ જોશીપુરા.
તેમનું મુખ્ય કામ બાઈડેન અને કમલા હેરિસ માટે ભારતીયોનું સમર્થન એકત્ર કરવાનું હતું.
સાઉથ એશિયન્સ ફોર બાઈડેન સંગઠનના અધ્યક્ષ છે સંજીવ જોશીપુરા.
તેનો ઉદ્દેશ્ય બધા ધર્મના ભારતીયોનું સમર્થન અપાવવાનો છે.
ગુડ ન્યૂઝઃ 90% મારક ક્ષમતા વાળી વેક્સિન બની ગઈ, જલદી શરૂ થઈ શકે છે વેચાણ
પહેલા બે ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ ઉમેદવાર માટે પ્રવક્તાનું કામ કરનાર ભારતીય-અમેરિકનને પણ મોટું ઈનામ મળ્યું છે. અને તે છે સબરીના સિંહ.
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સબરીના સિંહને પોતાની પ્રેસ સચિવના રૂપમાં પસંદ કરી.
સબરીનાનો પરિવાર અમેરિકામાં મોટું નામ ધરાવે છે.
અમેરિકાની રાજનીતિ વિશે સબરીના ઉંડી સમજ ધરાવે છે.
આ નામ સિવાય સોનલ શાહ. ગૌતમ રાઘવન અને વનીતા ગુપ્તા પણ યાદીમાં છે. તેમણે પણ બાઈડેનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે બધાની નજર હાલ તો તેના પર છે કે બાઈડેનની ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે