Home> World
Advertisement
Prev
Next

આ અબજપતિના 5000 મહિલાઓ સાથે હતા શારીરિક સંબંધ, હવસ સંતોષવા બનાવ્યો હતો 'બૂમ-બૂમ રૂમ'

અમેરિકામાં એક અબજપતિ વ્યક્તિ પર આરોપ લાગ્યો કે તેના કથિત રીતે 5000 મહિલાઓ સાથે તેના શારીરિક સંબંધ હતા. 

આ અબજપતિના 5000 મહિલાઓ સાથે હતા શારીરિક સંબંધ, હવસ સંતોષવા બનાવ્યો હતો 'બૂમ-બૂમ રૂમ'

વોશિંગ્ટન: આજ સુધી તમે ફક્ત સાંભળ્યું જ હશે કે કેઓ વ્યક્તિ એક કે બેથી વધારેમાં વધારે ડઝન જેટલી મહિલાઓ સાથે સંબંધ  ધરાવે છે પરંતુ શું તમે ક્યારેય વાંચ્યું છે કે એક વ્યક્તિના 5000 મહિલાઓ સાથે શારીરિક સંબંધ હતા. આ જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે અમેરિકામાં એક અબજપતિ વ્યક્તિ પર આરોપ લાગ્યો કે તેના કથિત રીતે 5000 મહિલાઓ સાથે તેના શારીરિક સંબંધ હતા. 

fallbacks

આરોપી પાસે છે 5000 મહિલાઓની યાદી
ડેઈલી મેઈલમાં છપાયેલા રિપોર્ટ મુજબ આરોપી પાસે આ તમામ 5000 મહિલાઓનો રેકોર્ડ છે કારણ કે જે પણ મહિલા સાથે તે સંબંધ બનાવતો હતો તેની ડિટેલ રેકોર્ડ કરીને રાખતો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે એક યુવતીને પોતાનું મોઢું બંધ રાખવા માટે સારી એવી રકમ પણ આપી હતી. પરંતુ આમ છતાં વર્ષ 2016માં રેપના આરોપમાં તેણે પોતાની હાઈ પ્રોફાઈલ જોબ ગુમાવવાનો વારો આવ્યો. 

Pakistan: એક ઓડિયો ટેપથી પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, મોટા રહસ્યનો થયો પર્દાફાશ

અબજપતિએ બનાવ્યો હતો મહિલાઓનો 'હરમ'
અત્રે જણાવવાનું કે આરોપી વ્યક્તિનું નામ માઈકલ ગોગુએન(Michael Goguen) છે. તેની ઉંમર 57 વર્ષ છે. માઈકલ ગોગુએન પહેલા Sequoia Capital કંપનીનો પાર્ટનર હતો અને આજે તેની પોતાની કંપની છે. માઈકલ ગોગુએન અબજો રૂપિયાનો માલિક છે. માઈકલના ચાર પૂર્વ કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ મહિલાઓના હરમ (Harem) ને મેનેજ કરવામાં બોસની મદદ કરતા હતા. 

Saint Helena: આ છે વિશ્વની સૌથી સલામત જગ્યા! આજ સુધી અહીં કોરોના વાયરસ નથી પહોંચ્યો, જાણો શું છે તેની પાછળનું કારણ

શું છે આ બૂમ-બૂમ રૂમ?
મહિલાઓની ફરિયાદ મુજબ માઈકલ ગોગુએન મહિલાઓને પોતાના સેફ હાઉસ એટલે કે બૂમ-બૂમ રૂમમાં મળતો હતો. જે તેના વ્હાઈટ ફિશવાળા બારના બેઝમેન્ટમાં બન્યો હતો. નોંધનીય છે કે માઈકલ ગોગુએન પર લેટેસ્ટ આરોપ એક ડાન્સરે લગાવ્યો છે. જેનો માઈકલ ગોગુએને કથિત રીતે વર્ષ 2016માં રેપ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે માઈકલે અનેક કલાકો સુધી તેનો રેપ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More