Home> World
Advertisement
Prev
Next

Pakistan માં બિપરજોયે મચાવ્યો કહેર, હજારો લોકો બેઘર થવા મજબૂર, જાણો લેટેસ્ટ અપડેટ

Weather Alert: ગુજરાતના સમુદ્ર વિસ્તારમાં વાવાઝોડા બિપરજોયની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ ખતરનાક ચક્રવાતની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બિપરજોયને કારણે કચારીના હજારો લોકો ઘર છોડવા મજબૂર થયા છે.
 

Pakistan માં બિપરજોયે મચાવ્યો કહેર, હજારો લોકો બેઘર થવા મજબૂર, જાણો લેટેસ્ટ અપડેટ

ઇસ્લામાબાદઃ Cyclone Biparjoy In Pakistan: હવામાન વિભાગે બિપરજોયને લઈને પહેલા જ એલર્ટ જાહેર કરી દીધુ હતું. ગુજરાત અને મહારાષ્ટ્રના આસપાસના સમુદ્રી વિસ્તારને ખાલી કરાવી લેવામાં આવ્યો છે. ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ આફત પર સતત નજર રાખી રહ્યાં છે. હવામાન વિભાગ પ્રમાણે ચક્રવાતી તોફાન બિપરજોય પાકિસ્તાનમાં પણ પહોંચવાનું છે. આ વચ્ચે પાકિસ્તાનમાં દરિયાકાંઠાના વિસ્તાર અને નાના દ્વીપોમાં રહેતા હજારો લોકો પોતાના ઘરોને છોડીને સુરક્ષિત સ્થાનો પર પહોંચી ગયા છે. જોરદાર પવન, વરસાદ અને ઊંચા મોજાંએ ચક્રવાત 'બિપરજોય'ના આગમનનો સંકેત આપ્યો છે. તમને જણાવી દઈએ કે બંગાળી ભાષામાં 'બિપરજોય'નો અર્થ આપત્તિ છે. તેને ખૂબ જ ખતરનાક ચક્રવાતી તોફાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

fallbacks

પાકિસ્તાનના આ વિસ્તારમાં ચક્રવાતનો કહેર
બિપરજોય 140 કિમીથી લઈને 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે અહીં પહોંચવાની શક્યતા છે. હવાઓની ગતિ વધીને 170 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ પ્રમાણે આ ચક્રવાતના ઉત્તર તરફ વધ્યા બાદ પછી પૂર્વ તરફ વળવા અને થટ્ટા જિલ્લાના કેટી બંદર અને ભારતના ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંતો અનુસાર થટ્ટા, બદીન, સજવલ, થારપારકર, કરાચી, મીરપુર ખાસ, ઉમરકોટ, હૈદરાબાદ, ઓરમારા, ટાંડા અલ્લાહયા અને ટાંડો મોહમ્મદ ખાનમાં તેની ખુબ અસર જોવા મળે શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રેડ એલર્ટ! 50 હજારનું રેસ્ક્યું, મંદિરો-પ્રવાસન સ્થળો બંધ, બસો-ટ્રેનો બંધ

બેઘર થયા કરાચીના લોકો
સિંઘના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ત્રણ જિલ્લાના સાત તાલુકામાં રહેતા 71,380 લોકોમાંથી  56,985 લોકોને મંગળવાર સાંજ સુધી કાઢવામાં આવ્યા છે. સરકારી સ્કૂલો અને કોલેજો સહિત વિવિધ સ્થળો પર 37 રાહત શિબિર સ્થાપિત કરવામાં આવી છે. પાકિસ્તાની નૌસેના અનુસાર નૌસૈનિકોએ શાહ બંદરના વિવિધ ગામમાંથી 700 લોકોને બહાર કાઢ્યા છે અને સમુદ્રમાંથી 64 માછીમારોને બચાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More