Home> World
Advertisement
Prev
Next

Ecuador Jail Riots: એકબીજાની જીવના તરસ્યા બન્યા કેદી, લોહીયાળ ખેલમાં 68ના મોત, અનેક ઘાયલ

સાઉથ અમેરિકાના ઇક્વાડોર (Ecuador) ની સૌથી મોટી જેલ, લિટોરલ પેનિટેંટરીની અંદર શુક્રવારે રાત્રે પ્રતિદ્વંદ્રી ગેન્ગ વચ્ચે લોહીયાળ હિંસા બાદ ઓછામાં ઓછા 68 કેદીના મોત થયા છે અને 25 ઘાયલ થયા છે.

Ecuador Jail Riots: એકબીજાની જીવના તરસ્યા બન્યા કેદી, લોહીયાળ ખેલમાં 68ના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી: સાઉથ અમેરિકાના ઇક્વાડોર (Ecuador) ની સૌથી મોટી જેલ, લિટોરલ પેનિટેંટરીની અંદર શુક્રવારે રાત્રે પ્રતિદ્વંદ્રી ગેન્ગ વચ્ચે લોહીયાળ હિંસા બાદ ઓછામાં ઓછા 68 કેદીના મોત થયા છે અને 25 ઘાયલ થયા છે. આ પહેલાં પણ આ જેમાં સૌથી ભયંકર લોહીયાળ ખેલ થયો હતો. એટોર્ની જનરલના કાર્યાલયે શનિવારે આ વાતની જાણકારી આપી. 

fallbacks

એક મહિના પહેલાં પણ થઇ હતી હિંસા
આ ઘટના ઇક્વાડોરના ગ્લાયાકિલ શહેરની લિટોરલ પેનિટેંટરી જેલની છે. આ તે જ જેલ છે જ્યાં દેશના સૌથી ઘાતક જેલ રમખાણો થયા છે. લગભગ એક મહિના પહેલાં આ જેલમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 119 કેદીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વર્ષે ઇક્વાડોર જેલ હિંસામાં અત્યાર સુધી 280 થી વધુ કેદીઓના મોત થયા છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ છે હિંસાનો વીડિયો
જેલો પર કંટ્રોલ કરવાની હોડને લઇને અહીં ડ્રગ્સ તસ્કરી કરનાર ગેન્ગ વચ્ચે હિંસા થતી રહી છે. શુક્રવારે રાત્રે થયેલી આ હિંસા આ કારણે જ થઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ પર વાયરલ હોય છે, જેમાં પીડિતોને જેલમાં મારઝૂડ કરતાં અને જીવતા સળગાવતા જોઇ શકાય છે. 

કેદીઓનું યથાવત રાખવા માંગતું હતું પોતાનો દબદબો
ગુયાસ પ્રાંતના ગર્વનર પાબ્લો અરોસેમેનાના અનુસાર જેલમાં એક ગેન્ગના નેતાના છુટકારા બાદ વિજળીની અછતના કારણે હિંસા શરૂ થઇ. તેમણે શનિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું 'કેટલાક કેદીઓનું ગ્રુપ અન્ય સેલના લોકો પર પોતાનો દબદબો યથાવત કરવા માંગે છે, આ કારણે આ હિંસા થઇ.'

એવા દેશ જ્યાં શિફ્ટ થશો તો સામે મળશે રૂપિયા, જાણો શું છે કારણ

ઇમરજન્સી જાહેર કરી સુરક્ષાબળોને આપી પુરી શક્તિ
ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ ગુઇલેર્મો લાસો (Guillermo Lasso) એ રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરી. ત્યારબાદ આ હિંસા સામે આવી છે. ઇમરજન્સી દરમિયાન સુરક્ષાબળોને ડ્રગ્સની તસ્કરી અને અન્ય ગુનાઓ સામે લડવા માટે પુરી શક્તિ આપવામાં આવી. શનિવારે રાષ્ટ્રપતિ ટ્વીટ કરી કહ્યું, પહેલો અધિકારી જેની આપણે ગેરન્ટી આપવી જોઇએ અને સ્વતંત્રતાનો અધિકાર હોવો જોઇએ. પરંતુ સુરક્ષાબળ સુરક્ષા માટે કામ કરી શકતા નથી તો સંભવ નથી. તે સંવૈધાનિક કોર્ટ દ્વારા તાજેતરમાં જ ઇમરજન્સીની સ્થિતિ છતાં સેનાને જેલોમાં મોકલવાની મનાઇ કરવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. સૈનિક હાલ જેલની બહાર છે. 

જેલને ચલાવે છે કેદી
ઇક્વાડોરના સૈન્ય ગુપ્ત વિભાગના પૂર્વ નિર્દેશક કર્નલ મારિયો પજમીનોએ કહ્યું કે આ હિંસાએ સાબિત કર્યું કે સરકાર તે ખતરાનો મુકાબલો કરવામાં અસમર્થન હતી, જે પહેલાંથી જ કંટ્રોલની બહાર થઇ ગયો હતો. તેમણે કહ્યું કે જ્યારે સ્થાનિક ક્રિમિનલ ગેન્ગના પ્રતિદ્રંદ્રી મેક્સિકન સિનાલોઆ અને જલિસ્કો ન્યૂ જનરેશન ડ્રગ કાર્ટેલ માટે લોકો કામ કરવા લાગ્યા તો હિંસા તેજ થઇ ગઇ. જેલમાં ભ્રષ્ટ્રાચાર ચરમ પર છે. જેલ કર્મચારી અને અધિકારી સંપૂર્ણ પણે ભ્રષ્ટ છે અને હકિકતમાં જેલના કેદી જેલ ચલાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More