Home> World
Advertisement
Prev
Next

હિજબુલ્લાહનો THE END! ઈઝરાયેલની લેબનોનમાં સૌથી મોટી જીત, ચીફ નસરલ્લાહ સહિત અનેક મોટા માથાનો ખાતમો

બૈરુત હુમલામાં હિજબુલ્લાહના નેતા અને લેબનોનમાં સૌથી શક્તિશાળી ગણાતો હસન નસરલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયેલી ફોર્સિસ (IDF) એ ગત રાતે થયેલા હુમલાઓમાં તેના માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલી સેનાએ તેલ અવીવથી પ્રેસ કોન્ફરન્સ કરતા હુમલાની વિગતો દુનિયા સાથે શેર કરી છે.

હિજબુલ્લાહનો THE END! ઈઝરાયેલની લેબનોનમાં સૌથી મોટી જીત, ચીફ નસરલ્લાહ સહિત અનેક મોટા માથાનો ખાતમો

બૈરુત હુમલામાં હિજબુલ્લાહના નેતા અને લેબનોનમાં સૌથી શક્તિશાળી ગણાતો હસન નસરલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયેલી ફોર્સિસ (IDF) એ ગત રાતે થયેલા હુમલાઓમાં તેના માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલી સેનાએ તેલ અવીવથી પ્રેસ કોન્ફરન્સ કરતા હુમલાની વિગતો દુનિયા સાથે શેર કરી છે. ઈઝરાયેલી સેનાએ શનિવારે દાવો કર્યો કે તેણે બૈરુતમાં શુક્રવારે  કરેલા એક હુમલામાં હિજબુલ્લાહના નેતા હસન નસરલ્લાહને માર્યો છે. સેનાએ કહ્યું કે જ્યારે હિજબુલ્લાહનું નેતૃત્વ બૈરુતના દક્ષિણમાં દહિલા સ્થિત પોતાના હેડક્વાર્ટરમાં બેસીને કરતો હતો ત્યારે એક સટીક હુમલો કરાયો. નસરલ્લાહ ત્રણ દાયકા કરતા વધુ સમયથી હિજબુલ્લાહનું નેતૃત્વ કરતો હતો. 

fallbacks

ઈરાને બોલાવી ઓઆઈસી દેશોની બેઠક
ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે હવે નસરલ્લાહ ક્યારેય દહેશત ફેલાવી શકશે નહીં. બૈરુત હુમલમાં તેને ઠાર કરાયો છે. તેમનો દાવો છે કે આ હુમલામાં તેની પુત્રીનું પણ મોત નિપજ્યું છે. હિજબુલ્લાહનો ટોપ ઓર્ડર ઓલમોસ્ટ ખતમ કરી દેવાયો છે. જો કે હજુ ઈઝરાયેલી સરકાર કે ઈઝરાયેલી પીએમ નેતન્યાહુનું અધિકૃત નિવેદન આવ્યું નથી. આ બધા વચ્ચે પીએમ બેન્જામિન નેતન્યાહુ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના આયોજનમાં યુએન મહાસભાની  બેઠકમાં ભાગ લેવા ગયા હતા અને તેઓ પોતાનો પ્રવાસ છોડી તેલ અવીવ પાછા ફર્યા છે. 

હમાસના હનિયા અને હિજબુલ્લાહના નસરલ્લાહનો અંત થઈ ચૂક્યો છે. ઈરાને ઓઆઈસીની તાકીદે બેઠક બોલાવી છે. ઈરાન આ હુમલા પર નિંદા પ્રસ્તાવ લાવવા માંગે છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે OIC આ અંગે શું સ્ટેન્ડ અપનાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More