Home> World
Advertisement
Prev
Next

બ્રિટનના પૂર્વ PM ઋષિ સુનકને મળી નવી નોકરી, હવે આ કામ કરશે નારાયણ મૂર્તિના જમાઈ

Rishi Sunak: બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનકને નવી નોકરી મળી છે. તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સ ગ્રુપમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે.

બ્રિટનના પૂર્વ PM ઋષિ સુનકને મળી નવી નોકરી, હવે આ કામ કરશે નારાયણ મૂર્તિના જમાઈ

Rishi Sunak Joins Goldman Sachs: બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનકે હવે નવી નોકરી શોધી લીધી છે. તેઓ જાણીતી ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇંક સાથે જોડાયા છે. કંપનીમાં તેમને સીનિયર એડવાઇઝરનું પદ મળ્યું છે. તેની જાણકારી ગોલ્ડમેન સૅક્સના સીઈઓ ડેવિડ સોલોમન તરફથી આપવામાં આવી છે. CEO એ આ જાણકારી મંગળવાર 8 જુલાઈ, 2025ના પોતાના એક નિવેદનમાં આપી છે. ડેવિડ સોલોમન પ્રમાણે સુનલ હવે કંપનીના સીનિયર મેનેજમેન્ટ સાથે જોડાઈ વૈશ્વિક સ્તર પર ગ્રાહકોને સલાહ આપશે. તેઓ ખાસ કરી ભૂ-રાજનીતિક અને આર્થિક વિષયો પર પોતાનો દ્રષ્ટિકોણ અને અનુભવ શેર કરશે.

fallbacks

ઋષિ સુનકને મળી નોકરી
મહત્વનું છે કે સુનલ ઓક્ટોબર 2022થી જુલાઈ 2024 સુધી બ્રિટનના પ્રધાનમંત્રી રહ્યા હતા. તેમણે વર્ષ 2015મા સંસદના સભ્ય તરીકે બ્રિટનની રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. પ્રધાનમંત્રી બનતા પહેલા તેઓ ફેબ્રુઆરી 2020થી જુલાઈ 2022 સુધી બ્રિટનના નાણામંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે સ્થાનીક સરકાર અને નાણા મંત્રાલયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચોઃ પૃથ્વી પર બેવડો હુમલો થશે... એક તરફ ગ્લેશિયરનો બરફ પીગળી જશે, જ્વાળામુખી ફાટશે!

ઋષિ સુનકનો કંપની સાથે જૂનો સંબંધ છે
તમને જણાવી દઈએ કે ઋષિ સુનક રાજકારણમાં પ્રવેશતા પહેલા ન્યૂયોર્કમાં ગોલ્ડમેન સૅક્સમાં કામ કરતા હતા. કંપની સાથે તેમનો લાંબો સંબંધ છે. 2000 ની શરૂઆતમાં, તેમણે આ કંપનીમાં સમર ટ્રેઇની તરીકે કામ કર્યું, ત્યારબાદ તેમણે 2001-2004 દરમિયાન ત્યાં વિશ્લેષક તરીકે કામ કર્યું. આ પછી, 2015 માં રાજકારણમાં પ્રવેશતા પહેલા, સુનકે એક આંતરરાષ્ટ્રીય રોકાણ પેઢીની સહ-સ્થાપના કરી, જે વિશ્વભરની કંપનીઓ સાથે નાણાકીય રોકાણો પર કામ કરતી હતી.

રાજનીતિમાં સક્રિય રહેશે સુનક? 
બ્રિટનમાં પાછલા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં સુનકની કંઝર્વેટિવ પાર્ટીએ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ નોર્થ ઈંગ્લેન્ડના રિચમંડ અને નોર્થએલર્ટન ક્ષેત્રથી સાંસદ બનેલા છે. સુનકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે તેઓ મતદાનના પરિણામની ચિંતા કર્યા વગર આગામી સંસદના સમયગાળા સુધી ક્ષેત્રના સાંસદ રહેશે. તો તેમના ઉત્તરાધિકારી અને બ્રિટનના વર્તમાન પ્રધાનમંત્રી કીર સ્ટારમર વર્ષ 2029ના મધ્ય સુધી દેશમાં આગામી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More