Home> World
Advertisement
Prev
Next

જાણીતી બ્રાન્ડ બરબરીએ 251 કરોડના પ્રોડક્ટ્સને ફૂંકી માર્યા, કારણ જાણીને ચોંકશો

બ્રિટનની લક્ઝરી બ્રાંડ બરબરીએ સ્વીકાર્યું છે કે ગત વર્ષ તેણે પોતાની બ્રાન્ડના 2,80,000 પાઉન્ડ (251 કરોડ રૂપિયા)થી વધુની કિંમતના કપડાં અને શ્રૃંગારનો સામાન (કોસ્મેટિક્સ) બાળી મૂક્યો.

જાણીતી બ્રાન્ડ બરબરીએ 251 કરોડના પ્રોડક્ટ્સને ફૂંકી માર્યા, કારણ જાણીને ચોંકશો

લંડન: બ્રિટનની લક્ઝરી બ્રાંડ બરબરીએ સ્વીકાર્યું છે કે ગત વર્ષ તેણે પોતાની બ્રાન્ડના 2,80,000 પાઉન્ડ (251 કરોડ રૂપિયા)થી વધુની કિંમતના કપડાં અને શ્રૃંગારનો સામાન (કોસ્મેટિક્સ) બાળી મૂક્યો. કંપનીએ એમ પણ કહ્યું કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં 9 કરોડ પાઉન્ડ (807 કરોડ)ના ઉત્પાદનો પણ બાળી નાખ્યાં જે વેચાયા નહતાં. બરબરીએ ભારતમાં પોતાનો પહેલો સ્ટોર 2008માં ખોલ્યો હતો.

fallbacks

 

કહેવાય છે કે કંપનીએ આટલા મોટા પાયે ઉત્પાદનો એટલા માટે બાળી મૂક્યા જેથી કરીને બ્રાન્ડની શાન જળવાઈ રહે અને તેની નકલ થઈ શકે નહીં. બરબરી પોતાના અનોખા ટ્રેન્ચ કોર્ટ, ચેકવાળા સ્કાર્ફ અને બેગો માટે મશહૂર છે. દુનિયાભરમાં અબજોના નકલી ઉત્પાદનોના કારોબારમાં સૌથી વધુ જો કોઈ કંપનીના ઉત્પાદનોની કોપી થતી હોય તો તે બરબરી છે.

 

ઉત્પાદનોને બાળી મૂકવાનો ખુલાસો બરબરીના તાજા બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં થયો છે. 251 કરોડ રૂપિયાને બાળી મૂક્યા તેમાં લગભઘ 90 કરોડ રૂપિયાના પરફ્યુમ્સ અને કોસ્મેટિક્સ હતાં. જેને કંપનીએ 2017માં અમેરિકી કંપની કોટી સાથે નવી ડીલ બાદ બરબાદ કરવા પડ્યાં.

ખુદરા કારોબાર સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે લક્ઝરી ચીજોના કારોબારમાં ઉત્પાદનોનો નાશ કરવો એ સામાન્ય છે. આમ કરીને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઉપરાંત બ્રાન્ડ વેલ્યુને જાળવી રાખવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More