કંબોડિયાઃ Cambodia School Incident : કંબોડિયાની સ્કૂલની 28 વિદ્યાર્થિનીઓનો બેભાન થઈ જવાનો મામલો સામે આવ્યો છે. તત્કાલ આ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ દાખલ કરાવવી પડી હતી. જાણવા મળી રહ્યું છે કે આ વિદ્યાર્થિનીઓ સ્કૂલના મેદાનમાં ભૂત સાથે સંપર્ક કરનારી ગેમ ઓઇઝા રમી રહી હતી. તેવામાં રમત દરમિયાન અચાનક છોકરીઓ બેભાન થવા લાગી હતી. દરેક છોકરીઓમાં અલગ-અલગ લક્ષણો જોવા મળ્યા. ત્યારબાદ સ્કૂલના ડાયરેક્ટર અને ટીચર્સે આ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ પહોંચાડી હતી.
વીડિયો જારી કરી મામલાની જાણકારી આપી
ઘટના કંબોડિયાના ગલેરસ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન (Galeras Educational Institution)ની છે. સંસ્થાના હેડ હ્યૂગો ટોર્રેસ (Hugo Torres) એ વીડિયો જારી કરી મામલાની જાણકારી આપી છે. આ વીડિયોમાં હ્યૂગોએ જણાવ્યું કે દરેક વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ છે. બાળકોના વાલીઓનું કહેવું છે કે બધી ભૂત સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ પ્રયાસ દરમિયાન તેની તબીયત બગડી અને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારબાદ છાત્રોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોણ છે વેદાંત પટેલ? જેમને અમેરિકાના વિદેશ મંત્રાલયમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી
કોઈપણ પ્રકારની ભ્રમ ન ફેલાવોઃ શાળા સંચાલક
સ્કૂલના ડિરેક્ટર હ્યુગોએ વાલીઓને આ મામલાની ગંભીરતા સમજવાની અપીલ કરી હતી. તેમણે કોઈપણ પ્રકારની ભ્રમ ન ફેલાવવા જણાવ્યું હતું. હ્યુગોના મતે, આ ભૂતનું કામ છે કે નહીં તે તપાસનો વિષય છે. સંભવ છે કે બાળકોના આહારમાં કંઈક હશે, જેના કારણે 28 છોકરીઓ એક સાથે બેહોશ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે