Canada news : દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે કંઈપણ કરતા હોય છે. પરંતુ જ્યારે લોકોનો વિશ્વાસ તૂટે છે ત્યારે લોકો તેમની ગર્લફ્રેન્ડ પરથી વિશ્વાસ ગુમાવી દે છે. એક કેનેડિયન પુરુષને પણ આવી જ રીતે દગો મળ્યો હતો કે તેને હવે કોર્ટમાં જવાની ફરજ પડી છે. જોકે, આ માટે તે પોતે પણ જવાબદાર છે. તેણે લોટરીમાં 30 કરોડ રૂપિયાની મોટી રકમ જીતી હતી. આ જીવન બદલી નાખનારી રકમ તેને કોર્ટમાં જવા મજબૂર કરી રહી છે.
રિક્ષાચાલકને ચંપલથી ધોઈ નાંખ્યો, પછી કહ્યું- જે કરવું હોય તે કરી લો! યુવતીનો VIDEO
ગર્લફ્રેન્ડ પૈસા લઈ રફુચક્કર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ કેમ્પબેલે 2024માં આ લોટરી જીતી હતી. ત્યાર બાદ તેણે તેની ગર્લફ્રેન્ડ ક્રિસ્ટલ પર વિશ્વાસ કરીને પૈસાનો દાવો કરવાની પ્રક્રિયા તેને સોંપી હતી. કારણ કે તેની ગર્લફ્રેન્ડનું બેંક એકાઉન્ટ સંપૂર્ણપણે સેટલ હતું. જોકે, પૈસા મળ્યા પછી ક્રિસ્ટલે ધીમે ધીમે અંતર રાખવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં તે સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ અને લોરેન્સને તે ક્યાં જઈ રહી છે તે કહેવાનું પણ યોગ્ય માન્યું નહીં. ઘણી તપાસ પછી તેને ખબર પડી કે તે કોઈ બીજાના સંપર્કમાં આવી છે અને નવું જીવન શરૂ કરી રહી છે.
લોરેન્સે પોતાને થયેલા વિશ્વાસઘાત અંગે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેણે તેની ગર્લફ્રેન્ડ સામે છેતરપિંડી અને મિલકત હડપ કરવાનો કેસ પણ દાખલ કર્યો છે. તેણે કોર્ટ પાસેથી લોટરીના બધા પૈસા તેને પરત અપાવવા માંગ પણ કરી છે. ઉપરાંત ક્રિસ્ટલને આ કરવા બદલ સૌથી કડક સજા મળવાની પણ માગ કરી છે. મેનિટોબાની કિંગ્સ બેન્ચ કોર્ટમાં દાખલ કરાયેલા લોરેન્સ કેમ્પબેલમાં WCLC અને મેનિટોબા લિકર અને લોટરીનો પણ ઉલ્લેખ છે. તેણે એજન્સીઓ પર ખરાબ સલાહ આપવાનો અને તેના વતી કોઈ બીજા દ્વારા લોટરી ઇનામનો દાવો કરવાના જોખમો વિશે ચેતવણી આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે