Home> World
Advertisement
Prev
Next

Sun Storm: પૃથ્વી પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ? સૂરજમાંથી નીકળી રહી છે 'નરભક્ષી' કિરણો

સૂરજમાં સતત સ્પોર્ટ બની રહ્યા છે અને તેમા થનારા વિસ્ફોટથી નીકળતી કિરણો સતત ધરતી તરફ આવી રહી છે.

Sun Storm: પૃથ્વી પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ? સૂરજમાંથી નીકળી રહી છે 'નરભક્ષી' કિરણો

નવી દિલ્હી: સૂરજમાં સતત સ્પોર્ટ બની રહ્યા છે અને તેમા થનારા વિસ્ફોટથી નીકળતી કિરણો સતત ધરતી તરફ આવી રહી છે. 3 અને 4 નવેમ્બરના રોજ સૂરમાંથી તેજ સૂર્યકિરણો નીકળી જેના કારણ અમેરિકા સહિત ધરતીના ઉત્તરી ગોળાર્ધમાં નોર્ધન લાઈટ્સ જોવા મળી. 1 અને 2 નવેમ્બરના રોજ પણ વૈજ્ઞાનિકોએ ધરતી તરફથી તેજ સૂર્ય કિરણો આવવાની શક્યતા વ્યક્ત કરી હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સૂરજમાંથી અચાનક નીકળનારી સૂર્ય કિરણોનું કારણ શું છે અને અચાનક સૂરજ જાગી કેવી રીતે ગયો?

fallbacks

જાગી રહ્યો છે સૂરજ
સૂરજના સક્રિય થવાની એક સાઈકલ હોય છે. જેને સોલર સાયકલ કહે છે. સોલર સાઈકલ 11 વર્ષની હોય છે. સૂરજ 11 વર્ષ સુધી શાંત રહે છે અને ત્યારબાદ તેમા વિસ્ફોટ થવા લાગે છે. જેને કોરોનલ માસ ઈજેક્શન કહે છે. તેમાં સન સ્પોટ બનવા લાગે છે અને જ્યારે આ સ્પોટ ફાટે છે ત્યારે તેમાંથી નીકળનારી કિરણો ધરતી તરફ આવે છે. નેશનલ ઓશિએનિક એન્ડ એમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનમાં સ્પેસ વેધ પ્રિડિક્શન સેન્ટરના પ્રોગ્રામ કોઓર્ડિનેટર Bill Murtagh ના જણાવ્યાં મુજબ છેલ્લા કેટલાક વર્ષથી સૂરજમાં કોઈ ગતિવિધિ થઈ રહી નહતી. તે શાંત હતો, પરંતુ હવે એવું નથી. 

જ્યારે સૂરજની ગતિવિધિ ઓછી હોય છે ત્યારે તેને સોલર મિનિમમ કહે છે અને જ્યારે વધુ હોય છે ત્યારે સોલર મેક્સિમમ કહે છે. આગામી સોલર મેક્સિમમ પાંચ વર્ષ બાદ એટલે કે 2025માં થવાની આશંકા છે. સોલર મેક્સિમમની ગતિવિધિ બે વર્ષ પહેલા વર્ષ 2019માં ધીરે ધીરે શરૂ થઈ હતી. વર્ષ 2025માં તે તીવ્ર સ્તર પર હશે. 

Pakistan: આકરી ટીકા બાદ હવે સાન ઠેકાણે આવી, ઈસ્લામાબાદમાં બનશે પહેલું હિન્દુ મંદિર

સૂર્ય તોફાનોની શું અસર થશે?
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આગામી કેટલાક વર્ષો સુધી આપણે આવા સૂર્ય તોફાનો અને સૂર્ય ગતિવિધિઓ માટે તૈયાર રહેવું પડશે. તેના કારણે સેટેલાઈટ્સ અને ગ્રિડ્સને નુકસાન થઈ શકે છે. ગત અઠવાડિયે સૂરજમાંથી અનેક સૂર્ય તોફાનો ધરતી તરફ આવ્યા. એટલે કે આ દરમિયાન અનેક કોરોનલ માસ ઈજેક્શન થયું. સૂરજથી આગના પરપોટા નીકળી રહ્યા છે અને તે એકવારમાં અબજો ટન પ્લાઝમા ગેસ અને ચુંબકીય ફિલ્ડ પેદા કરી રહ્યા છે. તે ઝડપથી સૂર્ય મંડળમાં ફેલાવવા લાગે છે. જેનાથી ગરમ લહેરો ઝડપથી ધરતી તરફ આવવા લાગે છે. 

વૈજ્ઞાનિકોને આ વાતનો ડર
બિલ મુર્તાઘ મુજબ ધરતીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે સૂરજથી આવનારી સૂર્ય કિરણો અને ધરતીનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર ટકરાય છે ત્યારે તેમાંથી જિયોમેગ્નેટિક સ્ટોર્મની સ્થિતિ પેદા થાય છે. તેનાથી નોર્ધન લાઈટ્સ પેદા થાય છે. પરંતુ જ્યારે આ સૂર્ય તોફાનની તીવ્રતા વધે છે ત્યારે તે સેટેલાઈટ્સ અને પાવર ગ્રિડ્સને નુકસાન પહોંચાડી શકે છે. 

બાંગ્લાદેશના પહેલા હિન્દુ ચીફ જસ્ટિસ Surendra Kumar Sinha ને 11 વર્ષની સજા, જાણો શું છે મામલો

અનેકવાર આ સૂર્ય કિરણો એક બીજાને જ ખાઈ જાય છે. તેને Cannibal CME કહે છે. બિલ મુર્તાઘ મુજબ સૌથી મોટો ડર એ છે કે સૂર્ય તોફાન અને તેનાથી પડનારી અસરને લઈને ડેટા ખુબ ઓછો છે. આથી એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે નુકસાન કેટલું મોટું હશે. દુનિયામાં સૌથી મોટું સૂર્ય તોફાન 1859, 1921 અને 1989માં આવ્યું હતું. તેના કારણે અનેક દેશોનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને ગ્રિડ ફેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More