Home> World
Advertisement
Prev
Next

ઇન્ડોનેશિયામાં ક્રેશ થયેલા વિમાનને ઉડાવી રહ્યો હતો દિલ્હીનો ભાવ્યે સુનેજા

સુનેજા મયૂર વિહારમાં વસતો હતો અને તેને બેલ એયર ઇન્ટરનેશનલથી 2009માં પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. રાજધાની જકાર્તાથી ઉડાન ભરનાર આ Boeing 737 Max + વિમાનમાં 189 લોકો સવાર હતા.

ઇન્ડોનેશિયામાં ક્રેશ થયેલા વિમાનને ઉડાવી રહ્યો હતો દિલ્હીનો ભાવ્યે સુનેજા

જકાર્તા: ઇન્ડોનેશિયામાં ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં જ સમુદ્રમાં ક્રેશ થયેલું લાયન એરના યાત્રી વિમાનને દિલ્હીનો નિવાસી કેપ્ટન ભાવ્યે સુનેજા ઉડાવી રહ્યો હતો. સુનેજા મયૂર વિહારમાં વસતો હતો અને તેને બેલ એયર ઇન્ટરનેશનલથી 2009માં પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. રાજધાની જકાર્તાથી ઉડાન ભરનાર આ Boeing 737 Max + વિમાનમાં 189 લોકો સવાર હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ સંખ્યા JT610ની ઉડાન ભર્યાની માત્ર 13 મીનિટ બાદ જ ગ્રાઉન્ડ અધિકારીઓ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

fallbacks

વિમાનના કેપ્તાન સુનેજા હતા અને કો-પાયલોટ હરવિનો હતા. તેમાં ચાલક દળના છ સભ્યો હતા. જેમાં ત્રણ પ્રશિક્ષુ હતા. એક ટેકનીશિયન પણ વિમાનમાં સવાર હતો. નિવેદન અનુસાર, 31 વર્ષીય સુનેજાએ 6000 ઉડાન કલાકનો અનુભવ હતો. ત્યારે કો-પાયલોટને 5000થી વધારે કલાકની ઉડાનનો અનુભવ હતો.

વાંચવા માટે ક્લિક કરો: ઇન્ડોનેશિયા વિમાન દુર્ધટનામાં મોટો ખુલાસો, અગાઉની ઉડાનમાં સર્જાઇ હતી ટેકનિકલ ખામી

દેશની તપાસ તેમજ બચાવ એજન્સી મુહમ્મદ સ્યાઉગીએ કહ્યું કે અત્યારે અમને ખબર નથી કે આ ઘટનામાં કોઇનો બચાવ થયો છે કે નથી. સાથે તેમણે કહ્યું કે વિમાનને આપાતકાલીન ટ્રાન્સમીટરથી કોઇ મુશ્કેલીના સંબંધી સંકેત પ્રાપ્ત થયા ન હતા. તેમણે કહ્યું કે અમને આશા છે, અમને પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ અમને પુષ્ટી કરી શકાતા નથી. તેમણે કહ્યું કે હડફોન અને ઘણો અન્ય સામન પાણીમાં 30 મીટરથી 35 મીટર (98થી 115 ફૂટ) ઉંડાઇમાં મળ્યો છે. જ્યાં પ્લેન ક્રેશ થયું હતું.

fallbacks

(ફાઇલ તસવીર)

ઇન્ડોનેશિયાની આપત્તિ એજન્સીએ આ ઘટનાના શિકાર થયેલા વિમાનની કેચલીક તસવીરો ટ્વિટર પર શરે કરી હતી. જેમાં ખરાબ રીતે તૂટી ગેયલો એક સ્માર્ટપોન, બૂક, બેગ, વિમાનના કેટલાક ભાગમાં દેખાઇ રહ્યાં છે. દુર્ધટનાની જગ્યા સુધી પહોંચી શોધ તેમજ બચાવકર્તાઓએ આ સામાન ભેગો કર્યો હતો.

એજન્સીના પ્રવક્તા સુતોપો પૂર્વો નુગ્રોહએ કહ્યું કે જકાર્તાથી પાંગકલ પિનાંગ શહેર જઇ રહેલું આ વિમાનમાં 181 યાત્રીઓ ચાલક દળના 7 સભ્યો સવાર હતા. યાત્રિઓમાં ત્રણ બાળકો પણ શામેલ હતા. ઇન્ડોનેશિયન ટીવીએ વિમાનમાંથી ઇઘણ નીકળીને દરિયામાં ફેલાવવા અને વિમાનના કાટમાળના કેટલાક ભાગોની તસવીરો દેખાડી હતી.

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More