Home> World
Advertisement
Prev
Next

જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પૂરપાટ ઝટપે કાર દોડાવી, 2ના મોત, 60 ઘાયલ, ઘટના કેમેરામાં કેદ

કારના શંકાસ્પદ ચાલક સાઉદી અરબના 50 વર્ષના ડોક્ટરની ધરપકડ કરી લેવાઈ છે. જે જર્મનીમાં સ્થાયી રહિશની મંજૂરી ધરાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ થયેલી જોઈ શકાય છે. જેમાં જોવા મળે છે કે એક કાળી કાર ભીડની વચ્ચેથી પૂરપાટ ઝડપે નીકળી. 

જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પૂરપાટ ઝટપે કાર દોડાવી, 2ના મોત, 60 ઘાયલ, ઘટના કેમેરામાં કેદ

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં એક ભીડભાડવાળા ક્રિસમસ માર્કેટમાં કાર ઘૂસી જવાથી ઓછામાં ઓછા 2 લોકોના મોત થઈ ગયા અને લગભગ 60 લોકો ઘાયલ થયા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં મુજબ આ સંદિગ્ધ મામલો છે. કારના શંકાસ્પદ ચાલક સાઉદી અરબના 50 વર્ષના ડોક્ટરની ધરપકડ કરી લેવાઈ છે. જે જર્મનીમાં સ્થાયી રહિશની મંજૂરી ધરાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ થયેલી જોઈ શકાય છે. જેમાં જોવા મળે છે કે એક કાળી કાર ભીડની વચ્ચેથી પૂરપાટ ઝડપે નીકળી. 

fallbacks

ન્યૂઝ એજન્સીના હવાલે સેક્સોની- એનહાલ્ટના ગવર્નર રીનર હસેલોફે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, જેમ કે સ્થિતિ છે, તે એકમાત્ર અપરાધી છે આથી જ્યાં સુધી અમને  ખબર છે કે શહેરને હવે કોઈ જોખમ નથી. ગવર્નરે  કહ્યું કે, આ હુમલાનો ભોગ બનનારા દરેક વ્યક્તિ માટે એક ભયાનક ત્રાસદી છે અને એક વ્યક્તિના જીવની ખુબ કિંમત છે. 

આ બધા વચ્ચે સાઉદી અરબે આ હુમલાની નિંદા કરી છે. દેશના વિદેશ મંત્રાલયે જાણકારી આપી. ધ ગાર્જિયન ના રિપોર્ટ મુજબ સાઉદી અરબના 50 વર્ષના મેડિકલ ડોક્ટર તાલેબ એ મનોચિકિત્સામાં સલાહકાર છે. તાલેબ 2006થી જર્મનીમાં રહે છે. તેમને 2016માં શરણાર્થીનો દરજ્જો મળ્યો હતો. 

જે વીડિયો હાલ સામે આવ્યો છે તેમાં લોકો ગભરાહટમાં ભાગતા કે છૂપાવવા માટે બજારની દૂકાનોમાં છૂપાતા જોવા મળી રહ્યા છે. બજારની સાંકડી ગલીઓમાં કાટમાળ અને ઘાયલ વ્યક્તિ વિખરાયેલા પડ્યા છે. આ સમગ્ર ઘટનાને એક યૂઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી. સીએનએનના જણાવ્યા મુજબ મેગડેબર્ગ પોલીસે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરતા કહ્યું કે ઘટનાસ્થળ પર મોટા સ્તરે ઈમરજન્સી ઉપાયો કરવામાં આવ્યા છે. 

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે અમે તેમની સાથે છીએ, મેગડેબર્ગના લોકોની પડખે છીએ. આ ચિંતાજનક  કલાકોમાં સમર્પિત બચાવકર્મીઓનો હું આભાર માનું છું. સેક્સોની એનહાલ્ટના પ્રધાનમંત્રી રેનર હસેલોફે આ ઘટનાને ભયાનક ગણાવી. તેઓ સ્થિતિની સમીક્ષા માટે મેગડેબર્ગ પહોંચશે. 

અત્રે જણાવવાનું કે ક્રિસમસ  બજાર જે દર વર્ષે હજારો લોકોને આકર્ષિત કરે છે, સેક્સોની એનહાલ્ટની રાજધાનીમાં છે અને તેના લગભગ 140 સ્ટોલ, એક આઈસ સ્કેટિંગ રિંક અને અન્ય આકર્ષણ છે. તેને 29 ડિસેમ્બર સુધી ખુલ્લું રાખવાનું હતું. લગભગ 240,000 ની વસ્તીવાળા મેગડેબર્ગ બર્લિનના પશ્ચિમમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More