Home> World
Advertisement
Prev
Next

વાહ! 60 લાખની વસ્તીવાળા દેશની કમાલ, પેટ્રોલ વાહનો કરતા વધી ગઈ ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા

નોર્વે વિશ્વનો પહેલો દેશ બની ગયો છે જ્યાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા હવે પેટ્રોલ વાહનોને વટાવી ગઈ છે. નોર્વેજીયન રોડ ફેડરેશન અનુસાર, દેશમાં નોંધાયેલ 2.8 મિલિયન ખાનગી પેસેન્જર કારમાંથી, 7,54,303 સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે, જ્યારે પેટ્રોલ વાહનોની સંખ્યા 7,53,905 છે.

વાહ! 60 લાખની વસ્તીવાળા દેશની કમાલ, પેટ્રોલ વાહનો કરતા વધી ગઈ ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા

નવી દિલ્હીઃ આજે ઈલેક્ટ્રિક કાર, ઈલેક્ટ્રિક સ્કૂટી, ઈલેક્ટ્રિક બસનો જમાનો છે... થોડીવાર ચાર્જ કરો અને પેટ્રોલ, ડીઝલ અને CNGની ઝંઝટમાંથી મુક્તિ... આ ઈ-વ્હીકલની મજા છે... ભારતમાં પણ ઈ-વ્હીકલનો ક્રેઝ વધી રહ્યો છે... પરંતુ શું તમને ખબર છે કે  એક નાનકડા દેશ નોર્વેએ ઈ-વ્હીકલને લઈને એવું કારનામું કરી બતાવ્યું છે કે આખી દુનિયા તેના માટે તાળીઓ વગાડી રહી છે... ત્યારે નોર્વેએ શું કર્યુ?... નોર્વે પાસેથી ભારત શું શીખી શકે છે?.. .જોઈશું આ અહેવાલમાં...

fallbacks

પરંતુ કહેવત છે કે કંઈપણ કરવા માટે હિંમત હોવી જોઈએ...  નાનકડા દેશ નોર્વેએ ઈલેક્ટ્રિક વ્હીકલના મામલામાં એવી હિંમત બતાવી છે કે દુનિયાના તમામ દેશો પાછળ રહી ગયા છે.

નોર્વેમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે ઈલેક્ટ્રિક કારની સંખ્યા પેટ્રોલ કાર કરતાં વધી ગઈ છે...
નોર્વેમાં લગભગ 28 લાખ પ્રાઈવેટ કાર રજિસ્ટર્ડ છે. તેમાં ઈલેક્ટ્રિક કારની સંખ્યા સાડા સાત લાખ કરતાં વધુ છે. જ્યારે પેટ્રોલ કારની સંખ્યા 7, 53,905 છે. એટલે દેશમાં ઈલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે. ઓગસ્ટમાં 94.3 ટકા ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું...

એકદમ સરળ શબ્દોમાં કહીએ તો નોર્વેમાં ઈલેક્ટ્રિક કારે એવી સ્પીડ પકડી કે પેટ્રોલની કાર પાછળ રહી ગઈ... હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે દેશની વસ્તી 60 લાખ છે તેણે કેવી રીતે આ કમાલ કરી નાંખી?... તો તેની પાછળનું મિકેનિઝમ પણ સમજી લો...

નોર્વેમાં નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી...
નોર્વે નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે...
નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલની નિકાસથી નોર્વેનો ખજાનો ભરેલો છે..
પૈસાને ઈલેક્ટ્રિક કારના પ્રમોશનમાં લગાવવામાં આવે છે...

નોર્વેની આ સફળતા પાછળનું કારણ એ પણ છે કે આખા દેશને ઈલેક્ટ્રિક વ્હીકલમાં ફેરવી દેવાનો છે.... અને 2025 સુધી ઈલેક્ટ્રિક કાર ડીઝલ કારને પણ પાછળ છોડી દેશે... જેના માટે તેણે કેટલાંક મહત્વના પગલાં પણ ઉઠાવ્યા છે... લોકોને ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.... 

નોર્વેની સરકાર ઈલેક્ટ્રિક કારમાં પોતાની ભવિષ્યની સ્પીડ જોઈ રહી છે... માત્ર નોર્વે જ નહીં પરંતુ અનેક પશ્વિમી દેશો ઈ-વ્હીકલને ઝડપથી અપનાવી રહ્યા છે... ઈન્ટરનેશનલ એનર્જીના જણાવ્યા અનુસાર..

2023માં નોર્વેની ઈલેક્ટ્રિક કારમાં ભાગીદારી 93 ટકા હતી...
બીજા નંબર પર આઈલેન્ડની ભાગીદારી 71 ટકા હતી...
ત્રીજા નંબર પર સ્વીડનની ભાગીદારી 60 ટકા હતી...
54 ટકા ભાગીદારી સાથે ફિનલેન્ડ ચોથા નંબરે રહ્યું...
ચીનમાં ઈ-વ્હીકલની ભાગીદારી 2023માં 38 ટકા રહી...
જ્યારે ભારતમાં ઈ-વ્હીકલની ભાગીદારી માત્ર 2 ટકા રહી...

પરંતુ હવે વસ્તુઓ બદલાઈ રહી છે... અને ટકાવારી પણ વધી રહી છે... કહેવામાં આવે છે કે આગામી સમય ઈલેક્ટ્રિક કારનો છે... દુનિયાના અનેક દેશોમાં ઈલેક્ટ્રિક વાહનો દોડવા લાગ્યા છે... તે માત્ર તમારા ખિસ્સા માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More