Home> World
Advertisement
Prev
Next

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બિલાડીઓની શામત આવી! આ છે કારણ

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે, હવે ફેડરેશન ઈન્ટરનેશનલ ફેલીન (FIFE)એ રશિયન જાતિની બિલાડીઓની નિકાસ અને નોંધણી પર નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે. સંગઠને કહ્યું છે કે રશિયાના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બિલાડીઓની શામત આવી! આ છે કારણ

મોસ્કોઃ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા છે. એવામાં હવે આ લિસ્ટમાં રશિયન જાતિની બિલાડીઓનું નામ પણ જોડાઈ ગયુ છે. હકીકતમાં, બિલાડીઓ સાથે સંકળાયેલ ફેડરેશન ઈન્ટરનેશનલ ફેલીન (FIFE) એ રશિયન જાતિની બિલાડીઓની નિકાસ અને નોંધણી પર પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું છે. બિલાડીઓ પરના આ નિયંત્રણો 31 મે સુધી અમલમાં રહેશે.FIFEએ લગાવ્યો રશિયન બિલાડી પર બેન-
ફેડરેશન ઈન્ટરનેશનલ ફેલીન (FIFE)ના એક્ઝિક્યુટિવ બોર્ડે આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને કહ્યું કે, યુક્રેન પર રશિયાનો હુમલો ચોંકાવનારો છે. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજારો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે અને જીવ બચાવવા માટે અહીં-તહીં ભટકવું પડ્યું છે. બરબાદીનું આ દ્રશ્ય સૌ કોઈ જોઈ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને અમે કેટલાક નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે.રશિયન જાતિની બિલાડી આયાત કરવામાં આવશે નહીં-
ફિફે એક નિવેદનમાં કહ્યું કે બોર્ડને લાગે છે કે તે આ અત્યાચારોને જોઈ શકતું નથી. તેથી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 માર્ચથી રશિયામાં બિલાડીની કોઈપણ જાતિને બહાર મોકલવા માટે કોઈ નોંધણી કરવામાં નહીં આવે. બોર્ડે કહ્યું કે, અમે નિર્ણય લીધો છે કે 1 માર્ચથી રશિયન જાતિની કોઈપણ બિલાડીની આયાત કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, હવે રશિયાની બહાર ફેડરેશનની પે ડિગ્રી બુકમાં કોઈ પણ રશિયન બિલાડી નોંધવામાં આવશે નહીં.ઘણા દેશોમાં રશિયા સામે ખુલ્લો મોરચો-
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. ત્રણ દિવસ પછી, રશિયાએ યુક્રેનના બે સ્વતંત્ર દેશો ડોનેટ્સક અને લુહાન્સ્કને માન્યતા આપી. ત્યારથી બંને દેશો વચ્ચે વિવાદ વધી ગયો છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ રશિયાના આ પગલાની નિંદા કરી છે. આ સાથે આ દેશોએ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સૈન્ય મદદનું વચન પણ આપ્યું છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More