Home> World
Advertisement
Prev
Next

China ના Henan Province માં પૂરનો કહેર, અત્યાર સુધી 12ના મોત, 2 લાખ લોકોને રેસ્ક્યૂ કરાયા

ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં વરસાદ અને પૂરના કારણે ઘટેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે.

China ના Henan Province માં પૂરનો કહેર, અત્યાર સુધી 12ના મોત, 2 લાખ લોકોને રેસ્ક્યૂ કરાયા

બેઈજિંગ: ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં વરસાદ અને પૂરના કારણે ઘટેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે અને વીડિયોમાં ગાડીઓ તરતી નજરે ચડે છે. આ બાજુ સબવે ટનલમાં પાણી ભરાઈ જવાથી તળાવ જેવો નજારો જોવા મળે છે. 

fallbacks

વરસાદે તોડ્યો રેકોર્ડ
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યાં મુજબ હેનાનના હવામાન ખાતાએ જણાવ્યું કે પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉમાં મંગળવારે સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે રેકોર્ડ 201.9 મિલિમીટર વરસાદ પડ્યો. ઝેંગઝોઉ (Zhengzhou) નગર કેન્દ્રમાં મંગળવારે 24 કલાકમાં સરેરાશ 457.5 મિમી વરસાદ પડ્યો. હવામાન મામલે રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારબાદથી શહેરમાં લગભગ એક હજાર વર્ષમાં પહેલીવાર આટલો ભીષણ વરસાદ પડ્યો છે. 

ખબરમાં જણાવાયું છે કે પૂર સંલગ્ન દુર્ઘટનાઓમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિક ઠપ થયો છે. લગભગ 80થી વધુ બસ સર્વિસને સસ્પેન્ડ કરવી પડી. આ ઉપરાંત 100થી વધુ રૂટ ડાયવર્ટ કરાયા છે. 

China હવે દુનિયાને પરમાણુ સંકટમાં ધકેલશે? Taiwan મુદ્દે આ શક્તિશાળી દેશને Atom Bomb થી હુમલાની ધમકી આપી

બસ, ટ્રેન અને હવાઈ સેવા પ્રભાવિત
પાણી ભરાવવાના કારણે સબવે સર્વિસ પણ અસ્થાયી રીતે બંધ કરાઈ છે. વરસાદના પાણી શહેરની લાઈન ફાઈવની સબવે સુરંગમાં જતું રહ્યું જેના કારણે એક ટ્રેનમાં અનેક મુસાફરો ફસાઈ ગયા. મુસાફરોને પાણીમાં ડૂબીને સફર કરવી પડે છે. 

હાલાત પર કાબૂ મેળવવા માટે પોલીસ અધિકારીઓ, ફાયરકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગ્યા છે. સબવેમાં પાણી ઓછું થઈ રહ્યું છે અને હાલ મુસાફરો સુરક્ષિત છે. ઝેંગઝોઉ રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રોકવામાં આવી. અહીં હવામાન ખરાબ હોવાના કારણે ઝેંગઝોઉના એરપોર્ટ પર શહેર આવતી જતી 260 ફ્લાઈટ્સ રદ કરાઈ છે. 

આ બાજુ સ્થાનિક રેલવે અધિકારીઓએ પણ કેટલીક ટ્રેનો અટકાવી છે કે તેના સમયમાં ફેરફાર કર્યો છે. આંધી તોફાનથી પ્રભાવિત શહેરમાં કેટલીક જગ્યાઓ પર વીજળી અને પીવાના પાણીની સુવિધા બંધ છે. હેનાન પ્રાંતીય અને ઝેંગઝોઉ નગરપાલિકા હવામાન વિજ્ઞાન બ્યૂરોએ હવામાન સંબંધી આફતો  માટે ઈમરજનસી પ્રતિક્રિયાનું સ્તર વધારીને એક કર્યું છે. હેનાનમાં બુધવારે રાત સુધીમાં ભારે વરસાદનું અનુમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More