શિકાગો: અમેરિકાના શિકાગોથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. પોલીસે 3 લોકો પર એક ગર્ભવતી કિશોરીની હત્યાનો આરોપ લગાવ્યો છે જેના મોત બાદ તેના ગર્ભમાંથી જન્મ થયા વગરનું બાળક જ કાઢી લેવાયું છે. પોલીસે જણાવ્યું કે માર્લેના ઓચાઓ લોપેઝ (19)ને 23મી એપ્રિલના રોજ એક પરિચિતના ઘરે એ વાયદો કરીને બોલાવવામાં આવી કે તેને બાળક માટે ઉપયોગી થાય તેવો સામાન મફતમાં આપવામાં આવશે. પરંતુ ત્યાં પહોંચી તો તેનું ગળું દબાવીને તેની હત્યા કરી દેવાઈ અને તેના બાળકને પણ ગર્ભમાંથી કાઢી લેવાયું. ક્લારિસા ફિગ્યુરોઆ અને તેની પુત્રી ડેસીરી (24) પર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફિગ્યુરોઆના પ્રેમી પિઓટ્ર બોબાક(40) પર પોલીસે હત્યાની વાત છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. શિકાગો પોલીસ પ્રમુખ એડી જોનસને એક પત્રકાર સંમેલનમાં અપરાધને ખુબ જ 'જઘન્ય અને વ્યથિત કરનારો' ગણાવ્યો. જહોન્સને કહ્યું કે 'હું કલ્પના પણ ન કરી શકું કે હાલ આ પરિવાર પર શું વીતી રહ્યું હશે. તેમના ઘરમાં ખુશી મનાવવામાં આવવી જોઈતી હતી પરંતુ તેની જગ્યાએ મા અને સંભવિત બાળકના જવાનો શોક મનાવવામાં આવી રહ્યો છે.'
જુઓ LIVE TV
ઓચાઓ લોપેઝને છેલ્લી વખત જે સમયે જોવામાં આવી હતી તેના ચાર કલાકની અંદર ફિગ્યુરોઆએ ઈમરજન્સી સેવાઓને ફોન કરતા દાવો કર્યો કે તેણે એક બાળકને જન્મ આપ્યો છે જે શ્વાસ લઈ શકતું નથી. નવજાતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયું. પોલીસે બાળકની મેડિકલ કન્ડિશન અંગે જણાવવાનો ઈન્કાર કરી દીધો.
પોલીસે જણાવ્યું કે ગુમ લોપેઝના મામલે મહત્વનો વળાંક ત્યાં આવ્યો જ્યારે તેમણે ફિગ્યુરોઆ સાથે સાત મેના રોજ ફેસબુક પર તેમની વાતચીતની ખબર પડી. પોલીસે કથિત રીતે મંગળવારની રાતે ફિગ્યુરોઆના ઘરની તલાશી લીધી ત્યારે કચરાપેટીમાંથી લોપેઝનો મૃતદેહ મળી આવ્યો જેને ત્યાં છૂપાડી રાખવામાં આવ્યો હતો. ડીએનએ તપાસમાં સાબિત થયું કે બાળક ઓચાઓ લોપેઝનું છે અને ત્યારબાદ પોલીસે સર્ચ વોરંટ કઢાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે