સૈટિયાગો: ચિલી વાયુસેનાના (Chilean Air Force) કાર્ફો વિમાન (Hercules C130 aircraft) ગુમ થવાના સમાચાર છે. આ વિમાને 38 મુસાફરો સાથે એટાર્કટિકા એરબેસ (Antarctica) માટે ઉડાન ભરી હતી. તેમાંથી 17 ક્રૂ મેંબર્સ છે અને 31 મુસાફરો છે. ચિલી વાયુસેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર સી-130 હર્ક્યૂલસ વિમાન 38 મુસાફરોને લઇને પુંટા એરિનાસ શહેરથી સાંજે 4:55 વાગે ઉડાન ભરી હતી, પરંતુ સાંજે 6 વાગ્યાની આસપાસ ઓપરેટરનો વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો.
વિમાન સાથે સંપર્ક ગુમાવ્યા બાદ એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી અને એક શોધ અને બચાવ દળ સક્રિય કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે