Home> World
Advertisement
Prev
Next

UNSCમાં કાશ્મીર મુદ્દે PAKને સાથ આપવા ચીને રમી રમત, પણ મળી ધોબીપછાડ, આ દેશે કર્યો જબરદસ્ત વિરોધ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)  મુદ્દે ચીને (China) પાકિસ્તાન (Pakistan) ને સાથ આપ્યો તો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. ભારતે (India)  ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે તે આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે. અમે ચીનના અમારા આંતરિક મામલાઓમાં દખલગીરીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. 

UNSCમાં કાશ્મીર મુદ્દે PAKને સાથ આપવા ચીને રમી રમત, પણ મળી ધોબીપછાડ, આ દેશે કર્યો જબરદસ્ત વિરોધ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)  મુદ્દે ચીને (China) પાકિસ્તાન (Pakistan) ને સાથ આપ્યો તો ભારતે જડબાતોડ જવાબ આપ્યો. ભારતે (India)  ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે તે આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે. અમે ચીનના અમારા આંતરિક મામલાઓમાં દખલગીરીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે અમને ચીનની એ હરકત અંગે જાણવા મળ્યું કે જેમાં તેણે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુદ્દે UNSCમાં વાતચીત કરી. આવું પહેલીવાર નથી બન્યું કે ચીને આ મામલાને ઉઠાવ્યો છે. એવો મામલો જે સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ ચીનને આંતરરાષ્ટ્રીય સમુદાયનો કોઈ સાથ મળ્યો નહીં. ભારતના આંતરિક મામલે દખલગીરી કરવાની ચીનની કોશિશોને અમે નિષ્ફળ બનાવી છે. 

fallbacks

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56 હજારથી વધુ કેસ, 904 લોકોના મૃત્યુ

અત્રે જણાવવાનું કે પાકિસ્તાને ચીન દ્વારા જમ્મુ અને કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ જમ્મુ અને કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં થયેલી અનૌપચારિક ચર્ચા કોઈ પણ નિષ્કર્ષ વગર ખતમ થઈ ગઈ. બંધ બારણે થયેલી બેઠકમાં ન તો ચર્ચાનો કોઈ રેકોર્ડ મેઈન્ટેઈન થયો કે ન તો કોઈએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. અમેરિકાએ બેઠકમાં ચીનની આ ચાલનો ખુલીને વિરોધ કર્યો. એકલા અમેરિકા જ નહીં પરંતુ અન્ય અનેક સભ્ય દેશોએ આ મામલે ચીનને સાથ ન આપ્યો. 

આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ત્રિમૂર્તિએ એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણએ લખ્યું હતું કે પાકિસ્તાનનો વધુ એક પ્રયત્ન નિષ્ફળ ગયો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજની બેઠક બંધ બારણે થઈ હતી. અનૌપચારિક હતી. તેનો કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી અને તેનું કોઈ પરિણામ નીકળ્યું નથી. લગભગ તમામ દેશોએ માન્યું કે જમ્મુ અને કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે અને સુરક્ષા પરિષદનો સમય અને ધ્યાનનો હકદાર નથી. 

જુઓ LIVE TV

વાત જાણે એમ છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની પહેલી વર્ષગાઠ પર પાકિસ્તાને આ મુદ્દાને સુરક્ષા પરિષદમાં ઉઠાવવાની ચાલ ચલી હતી. બુધવારે સુરક્ષા પરિષદની બંધ બારણે અનૌપચારિક બેઠક થઈ. આ બેઠકમાં અમેરિકાના નેતૃત્વમાં અનેક સભ્ય દેશોએ ચીનના પ્રસ્તાવનો વિરોધ કર્યો અને સ્પષ્ટ કર્યું કે જમ્મુ અને કાશ્મીર ભારત તથા પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જેને આ ફોરમ પર ઉઠાવી શકાય નહીં. ત્યારબાદ ચર્ચાને ત્યાં જ ખતમ કરી દેવાઈ. ચીને આ અગાઉ જાન્યુઆરીમાં પણ આ જ પ્રકારનો પ્રસ્તાવ સુરક્ષા પરિષદમાં મૂક્યો હતો અને ત્યારે પણ તેને પછડાટ મળી હતી અને પ્રસ્તાવ કોઈ પણ નિષ્કર્ષ વગર રદ કરી દેવાયો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More