Home> World
Advertisement
Prev
Next

China-India: ચીને ફરી ભારતના આંતરિક મામલામાં કરી ટિપ્પણી, કાશ્મીર મુદ્દે આપ્યું નિવેદન

China India Relations: ચીન અને ભારતના સંબંધોને લઈને નવા-નવા મોડ આવતા રહે છે. આ વચ્ચે ચીન વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર પર નિવેદન આપ્યું, જેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ બગડી શકે છે. 

China-India: ચીને ફરી ભારતના આંતરિક મામલામાં કરી ટિપ્પણી, કાશ્મીર મુદ્દે આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ ભારતના પાડોશી ચીનની સ્થિતિ આ દિવસોમાં 'બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના' જેવી થઈ ગઈ છે. આદતથી મજબૂર ચીને એકવાર ફરી કાશ્મીરના મુદ્દા પર વણમાંગી સલાહ આપી છે. તેણે કહ્યું કે ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દો વાતચીત અને વિચાર-વિમર્શ દ્વારા ઉકેલવો જોઈએ તથા સ્થિતિને વધુ જટિલ બનાવનારી એકતરફી કાર્યવાહીથી બચવું જોઈએ. પાકિસ્તાની પત્રકાર દ્વારા કાશ્મીર મુદ્દા વિશે કરવામાં આવેલા સવાલ પર ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા માઓ નિંગે સંવાદદાતા સંમેલન દરમિયાન કહ્યું કે કાશ્મીરના મુદ્દા પર ચીનની સ્થિતિ હંમેશા એક સમાન અને સ્પષ્ટ રહી છે. 

fallbacks

શાંતિપૂર્ણ રીતે નિકળે હલ
માઓએ કહ્યું- આ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈતિહાસનો એક બાકી મુદ્દો છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના સંબંધિત પ્રસ્તાવો અને પ્રાસંગિત દ્વિપક્ષીય સમજુતી અનુસાર શાંતિપૂર્ણ રીતે, યોગ્ય રીતે હલ કરવા જોઈએ. તેણે કહ્યું, 'સંબંધિત પક્ષોને સ્થિતિ વધુ જટિલ બનાવનારી એકતરફી કાર્યવાહી કરવાથી બચવુ જોઈએ.' સાથે વિવાદને ઉકેલવા અને ક્ષેત્રમાં શાંતિ તથા સ્થિરતા બનાવી રાખવા માટે વાતચીત કરવી જોઈએ.

આ પણ વાંચોઃ એવા વિચિત્ર તહેવાર જેની કલ્પના પણ નહી કરી હોય, મચ્છર ઉત્સવથી માંડીને મંકી બફેટ ફેસ્ટ

ચીનને પહેલા પણ જવાબ આપી ચુક્યું છે ભારત
ભારતે આ પહેલાં કાશ્મીર મુદ્દા પર ત્રીજા પક્ષના હસ્તક્ષેપને તે કહેતા નકારી દીધો હતો કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરથી સંબંધિત મામલા પૂર્ણ રીતે દેશનો આંતરિક મામલો છે. વિદેશ મંત્રાલયે આ વર્ષે માર્ચમાં કહ્યું હતું, ચીન સહિત અન્ય દેશોને તેના પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેણે ધ્યાન આપવું જોઈએ કે ભારત તેના આંતરિક મુદ્દા પર કોઈ પ્રકારની ટીકા-ટિપ્પણીથી દૂર રહે છે. 

ભારત અને પાક વચ્ચે તણાવપૂર્ણ સંબંધ
કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન પ્રાયોજિત સરહદ પાર આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ તણાવપૂર્ણ રહ્યાં છે. ભારત દ્વારા 5 ઓગસ્ટ, 2019ના જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો કતમ કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના નિર્ણય બાદ બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ ખરાબ થઈ ગયા છે. ભારતે પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે જમ્મુ-કાશ્મી હંમેશા ભારતનું અભિન્ન અંગ હતું અને હંમેશા રહેશે. ભારતે કહ્યું કે તે આતંક, શત્રુતા અને હિંસાથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાનની સાથે સામાન્ય પાડોશી ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More