પેઇચિંગઃ આશરે 3 મહિનાથી કોરોના વાયરસનો સામનો કરી રહેલા ચીનના એક ભાગમાં આખરે રાહતના સમાચાર આવ્યા છે. એક તરફ જ્યાં વિશ્વ લૉકડાઉન થઈ રહ્યું છે, તો ચીનના વુબેઇ પ્રાંતથી ટ્રાવેલ બેન હટાવી દેવામાં આવ્યો છે. હુબેઈમાં પાછલા વર્ષે કોરોના વાયરસ શરૂ થયો હતો. આશરે 2 મહિના સુધી ઘરમાં રહ્યા બાદ આઝાદી મળવાથી ત્યાંના લોકો ખુબ ખુશ છે. આ પ્રતિબંધ હટવાથી આશરે 5 કરોડ લોકોને રાહત મળશે.
મેડિકલ સ્ટાફે લીધો રાહતનો શ્વાસ
એક ડોક્ટરે જશ્ન મનાવતા કહ્યું, 'દરેક દિવસે અમે ગંભીર રૂપથી બીમાર લોકોની સંખ્યા ઓછી થતાં જોઈ, સ્થિતિ સુધરવા લાગી અને લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થા લાગ્યા. ડોક્ટર અને નર્સ દરેક એક દિવસની સાથે વધુ રાહત અનુભવી રહ્યાં છે. હું ખુબ ખુશ છું.' પરંતુ ચીનમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત વુહાનને હાલ આ રાહત માટે રાહ જોવી પડશે. અહીં 8 એપ્રિલથી લોકોને બહાર આવવાની મંજૂરી હશે.
ઇટાલીમાં સ્થિતિ ખરાબ
ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસની ઝપેટમાં 81,171 લોકો આવી ચુક્યા છે, જ્યારે 3277 લોકોના મોત થયા છે. અહીં 73,157 લોકો તેનાથી સ્વસ્થ થયા છે. બીજી તરફ કોરોનાને કારણે યૂરોપ, મિડલ ઇસ્ટ, નોર્થ અમેરિકા અને એશિયાના ઘણા દેશ લૉકડાઉન કરી ચુક્યા છે. ચીન બાદ ઇટાલીની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, જ્યાં મોતની સંખ્યા આશરે બમણી છે. ઇટાલીમાં કોરોનાની ઝપેટમાં 63927 લોકો આવ્યા અને અત્યાર સુધી 6077 લોકોના મોત થયા છે.
ચીનમાં હંટા વાયરસથી વ્યક્તિનું મોત, સોશિયલ મીડિયા પર મચ્યો હડકંપ
વધુ એક વાયરસનો માર કોરોના વાયરસની સમસ્યાથી સંઘર્ષ કરી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિનું સોમવારે હંતા વાયરસને કારણે મોત થયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસથી શાડોંગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. તેનો હંતા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બસમાં સવાર 32 અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ ઘટનાની જાણકારી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે